Get The App

મહિલા માટે ખૂબ ફાયદાકારક છે 'ભદ્રાસન', એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
Bhadrasana Health Benefits


Bhadrasana Health Benefits: યોગાસન કરવાથી આપણું શરીર અને મન સ્વસ્થ રહે છે. યોગાસન ઘણા રોગોથી બચાવે છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. આમ તો યોગાસન ફાયદાકારક જ હોય છે પણ અમુક યોગાસન સ્ત્રીઓ માટે ખાસ ફાયદાકારક હોય છે, જેમાંથી એક ભદ્રાસન છે. આ આસન માત્ર શરીરને મજબૂત બનાવતું નથી પણ માનસિક શાંતિ પણ આપે છે. જો તે દરરોજ થોડી મિનિટો માટે કરવામાં આવે તો તે તણાવ પણ ઘટાડી શકે છે. તેમજ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે.

ભદ્રાસન શરીરને મજબૂત બનાવે છે

'ભદ્ર' એટલે કે શુભ અને 'આસન' એટલે કે બેસવાની મુદ્રાથી બનેલું આ આસન શરીરને મજબૂત બનાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ આસનનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે ભદ્રાસન શરીરને મજબૂત બનાવે છે.

ભદ્રાસનના ફાયદા 

- ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર આ આસન ઘૂંટણ, નિતંબ અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે. 

- તેમજ માસિક સ્રાવમાં દુખાવો ઘટાડવા, કિડની, મૂત્રાશય અને પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક છે. 

- ભદ્રાસન તણાવ ઘટાડવા પણ મદદરૂપ છે. 

- ભદ્રાસન ખાસ કરીને સ્ત્રીઓ માટે ફાયદાકારક છે. સગર્ભા સ્ત્રીઓ માટે, આ આસન નિતંબ અને જાંઘના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જેનાથી ડિલિવરી સરળ બને છે.

- ભદ્રાસનનો નિયમિત અભ્યાસ જાંઘ, ઘૂંટણ અને કમરના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જેનાથી શરીરમાં લવચીકતા વધે છે અને દુખાવાની ફરિયાદો ઓછી થાય છે.

- તે પાચનતંત્રમાં પણ સુધારો કરે છે, જેનાથી કબજિયાત, ગેસ તેમજ પેટની અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે. 

- આ આસન એકાગ્રતા વધારે છે અને માથાનો દુખાવો, કમરનો દુખાવો, અનિદ્રા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. 

- તે સાંધાને મજબૂત બનાવે છે અને ઘૂંટણના દુખાવાને ઘટાડવામાં પણ અસરકારક છે.

આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે

ભદ્રાસન કરવાની પદ્ધતિ

ભદ્રાસન કરવા માટે જમીન પર ક્રોસ પગ રાખીને બેસો. બંને પગના તળિયાને એકસાથે જોડો અને પગને હાથથી પકડો. કોણી સાથે ઘૂંટણ પર હળવો દબાણ કરો, જેથી તે જમીન તરફ જાય. કરોડરજ્જુ સીધી રાખો, ખભાને ઢીલા કરો અને સામે જુઓ. ઊંડો શ્વાસ લો અને 2-5 મિનિટ સુધી આ મુદ્રામાં રહો.

ભદ્રાસન કરતી વખતે આ સાવધાની રાખવી જરૂરી 

ભદ્રાસન એ સ્ત્રીઓ તેમજ બાળકો અને વૃદ્ધો માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધાર લાવે છે. તેનો નિયમિત અભ્યાસ ઘણી સમસ્યાઓ દૂર કરે છે. જો કે, નિષ્ણાતો કેટલીક સાવચેતી રાખવાની પણ ભલામણ કરે છે, જેમકે આ આસન ખાલી પેટે કરો. જો ઘૂંટણ અથવા નિતંબમાં તીવ્ર દુખાવો હોય, તો ડૉક્ટરની સલાહ લો. શરૂઆતમાં, ખૂબ ભાર ન આપવો જોઈએ અને પ્રેક્ટિસનો સમય ધીમે ધીમે વધારવો જોઈએ.

મહિલા માટે ખૂબ ફાયદાકારક છે 'ભદ્રાસન', એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર 2 - image

Tags :