Get The App

હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
Best Time to Walk


Best Time to Walk: સ્વસ્થ અને ફિટ જીવન માટે દરરોજ ચાલવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચાલવાથી ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હૃદય રોગ જેવી ઘણી ખરાબ લાઈફસ્ટાઈલને કારણે થતી બીમારીથી બચી શકાય છે. ચાલવાથી તમારા સ્વાસ્થ્ય તેમજ મૂડમાં સુધારો થાય છે, તણાવ ઓછો થાય છે અને વજન ઓછું થાય છે. નિયમિતપણે ચાલવું સ્વાસ્થ્ય માટે ફાય્દાકારક છે. જોકે, ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ચાલવા માટે કયો સમય સારો છે, સવારે કે સાંજે? ચાલો જાણીએ કે મોર્નિંગ વોકના ફાયદા શું છે અને સાંજે ચાલવાના ફાયદા શું છે? વજન ઘટાડવા માટે ક્યારે ચાલવું સારું છે? ચાલવામાં સૌથી વધુ કેલરી ક્યારે બર્ન થાય છે?

મોર્નિંગ વોકના ફાયદા

મોર્નિંગ વોક એ દિવસની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ આદત તમારા જીવનને સ્વસ્થ બનાવે છે. સ્થૂળતા ઘટાડવા ઉપરાંત, સવારે ચાલવાથી શરીરમાં વધતી ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે.

- મોર્નિંગ વોકનો પહેલો ફાયદો એ છે કે તે તમારા ચયાપચયને વધારે છે, જેનાથી ફેટ બર્ન કરવાનું સરળ બને છે.

- સવારે ચાલતી વખતે પેટ ખાલી રહે છે. આવી સ્થિતિમાં, શરીરમાં સંગ્રહિત કેલરી બર્ન કરવાનું સરળ બને છે.

- મોર્નિંગ વોક માનસિક સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, તે તણાવ ઘટાડે છે.

- સવારે ચાલવાથી સ્નાયુઓ મજબૂત બને છે.

સાંજે ચાલવાના ફાયદા 

સાંજે ચાલવું એ એક સારી કસરત છે. તે તમારા આખા દિવસનો થાક દૂર કરે છે અને માઈન્ડ ફ્રેશ કરે છે. સાંજે ચાલવાથી વજન પણ ઘટે છે.

- સાંજે ચાલવાથી પાચન શક્તિ વધે છે. દિવસભર જે કંઈ ખાધું હોય તે સરળતાથી પચી જાય છે.

- સાંજે ચાલવાથી વધુ કેલરી બર્ન કરીને તમે દિવસભર લીધેલી કેલરીની માત્રાને સંતુલિત કરી શકે છે.

- ડાયાબિટીસના દર્દીએ સાંજે ચાલવું જોઈએ. આ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

- જેમને અનિદ્રાની સમસ્યા હોય છે તેમના માટે પણ સાંજે ચાલવું ફાયદાકારક છે.

- દરરોજ ફક્ત 10 મિનિટ ચાલવાથી આખા દિવસનો થાક દૂર થઈ શકે છે. જે તણાવ ઘટે છે.

આ પણ વાંચો: મધમાં આ વસ્તુ મિક્સ કરીને ખાશો તો થશે ચમત્કારીક ફાયદા, બસ સમયનું ખાસ ધ્યાન રાખજો

મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક...બંનેમાંથી વધુ સારું શું છે?

મોર્નિંગ વોક ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. તેમજ ભૂખને કંટ્રોલ કરી શકાય છે અને એનર્જી વધારવામાં પણ ફાયદાકારક છે. બીજી બાજુ, ઇવનિંગ વોક કેલરી બર્ન કરવામાં, પાચનમાં સુધારો કરવામાં અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. જો કે, ચાલવા માટેનો શ્રેષ્ઠ સમય સંપૂર્ણપણે તમારી દિનચર્યા પર આધાર રાખે છે. તેથી દિવસનો એવો સમય પસંદ કરો જ્યારે તમે લાંબા સમય સુધી અને દરરોજ ચાલી શકો. ઉપરાંત, યાદ રાખો કે સંતુલિત આહારને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો જેથી તમને ચાલવાનો મહત્તમ લાભ મળી શકે. જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે સવારે કે સાંજે ચાલી શકો છો.

(Disclaimer: અહી આપેલા સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી માટે છે અને તેને તબીબી સલાહ તરીકે ન લેવા. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે 2 - image
Tags :