World Motorcycle Day 2020 : જો બાઇક લઇને લોન્ગ ડ્રાઇવ પર જઇ રહ્યા છો તો...
- જાણો, બાઇકર્સને હંમેશા પોતાના લાંબા સફરમાં શું સાથે રાખવું જોઇએ?
- દર વર્ષે 21 જૂને વિશ્વ મોટરસાઇકલ દિવસ મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 21 જૂન 2020, રવિવાર
આજે ફાધર્સ ડે, મ્યુઝિક ડે અને યોગ દિવસની સાથે-સાથે વર્લ્ડ મોટરસાઇકલ ડે પણ છે. બાઇક ચલાવવાના શોખીન લોકો આજના દિવસે પોતાની બાઇક પર લાંબા સફર માટે નિકળી પડે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે લોકો બાઇક પર લોન્ગ ડ્રાઇવ કરવાનું ટાળી રહ્યા છે. પરંતુ જો તમે બાઇક લઇને લોન્ગ ડ્રાઇવ પર નિકળી રહ્યા છો તો તમારી પાસે કેટલીક જરૂરી વસ્તુઓ હોવી જોઇએ.
રાઇડિંગ સૂટ
બાઇક પર લોન્ગ ડ્રાઇવ કરતી વખતે માત્ર હેલ્મેટ પહેરવું પૂરતું નથી હોતું. પોતાની સુરક્ષા માટે રાઇડિંગ જેકેટ અને પેન્ટ પણ હોવું જરૂરી હોય છે. જેકેટ પહેરવાથી રાઇડરની સુરક્ષા તો જળવાઇ રહે છે આ ઉપરાંત એક અલગ પ્રકારનું કૉન્ફિડન્સ પણ આવી જાય છે. આ સાથે જ રાઇડિંગ સૂટ ઘણું સ્ટાઇલિશ લુક પણ આપે છે.
ફેસ માસ્ક
ફેસ માસ્ક રાઇડરને સફર દરમિયાન ઉડતી ધૂળ સામે રક્ષણ આપે છે અને તેનાથી ચહેરાની સુરક્ષા મળતી રહે છે.. બાઇક ચલાવતી વખતે મોટાભાગે આંખોમાં ધૂળના રજકણો જવાનું જોખમ રહે છે આ માસ્ક કેટલાય પ્રકારની પરેશાનીઓથી બચાવી શકે છે..
હેલ્મેટ
બાઇક ચલાવતી વખતે એક રાઇડર માટે હેલ્મેટ સૌથી વધારે જરૂરી છે. હેલ્મેટ એક્સીડેન્ટના સમયે રાઇડરનો જીવ બચાવવા માટે સૌથી મદદરૂપ સાબિત થાય છે. હંમેશા આઇએસઆઇ માર્ક ધરાવતા હેલ્મેટનો જ ઉપયોગ કરવો જોઇએ.
ગ્લોવ્સ
રાઇડિંગ દરમિયાન એક બાઇકર માટે ગ્લોવ્સ પણ ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી બાઇકરના હાથોને પણ સુરક્ષા મળે છે. ગ્લોવ્સથી હાથોની ગ્રિપ પણ જળવાઇ રહે છે.