વિમેનના સ્ટાઈલ સ્ટેટમેન્ટના પ્રતીક
- ડિઝાઇનર બકલ, આકર્ષક ફેબ્રિક કે ઘેરા રંગના બેલ્ટ તમારા સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની રહે છે.
- ભરાવદાર કાયા ધરાવતી કામિની તેની કમરને થોડી પાતળી બતાવવા પહોળો કમરપટ્ટો પહેરી શકે. તેમજ કમરની નીચે નહીં પણ થોડો ઉપર પહેરવો જરૂરી છે
- ડેનિમ પર પહેરેલા લોંગ શર્ટ પર પહેરવામાં આવતો પહોળો કમરપટ્ટો માનુનીની કટિને આકર્ષક લુક આપે છે
એક સમયમાં માત્ર પુરુષોનો 'ઈજારો' ગણાતા કમરપટ્ટા આજે વિમેનની મહત્ત્વની એક્સેસરી બની ગયાં છે. પુરુષો તેમનું ટ્રાઉઝર કમરથી નીચે ન આવી જાય તેની કાળજી રાખવા પેન્ટ પર બેલ્ટ બાંધતા. પણ ધીમે ધીમે વિમેન પણ બેલ્ટ પહેરવા લાગી. અલબત્ત, જરૂરિયાત માટે. નહીં પણ ફેશન માટે. બેલ્ટ આજે ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. તે ડેનિમ, સ્કર્ટ કે ખુલતા ડ્રેસ સાથે પણ પહેરી શકાય છે.
બેલ્ટને વધુ આકર્ષક દેખાડવા તેવા જ રંગની હેન્ડબેગ લો અને પગરખાં પહેરો. તમે તેને તમારી જ્વેલરી સાથે પણ મેચ કરી શકો છો. સાંજની પાર્ટીમાં ડાયમંડ પેન્ડન્ટવાળું બેલ્ટ તમારા ગાઉન કે શોર્ટ ડ્રેસ સાથે પહેરીને તમારા પરિધાનને અનોખો લુક આપી શકાય.
ભરાવદાર કાયા ધરાવતી કામિની તેની કમરને થોડી પાતળી બતાવવા પહોળો કમરપટ્ટો પહેરી શકે. અલબત્ત, તે કમરની નીચે નહીં પણ થોડો ઉપર પહેરવો જરૂરી છે. બેલ્ટનો રંગ ટ્રાઉઝરને મેચિંગ અથવા બેઝિક કલરનો હોવો જોઈએ.
મીટિંગ-મુલાકાતોમાં બ્લેક કે બ્રાઉન જેવા ઘેરા રંગના બેલ્ટ જ શોભે. જ્યારે ઇન્ફોર્મલ પરિધાન સાથે વર્ક કરેલા.
પાતળી-લાંબી યુવતી લો-વેસ્ટ ડેનિમ સાથે પાતળું-રંગીન બેલ્ટ પહેરીને તે પોતાની કટિને વધુ આકર્ષક લુક આપી શકે. હાઈ-વેસ્ટ સ્કર્ટ સાથે પણ પાતળું બેલ્ટ મસ્ત દેખાશે.