Updated: Mar 31st, 2023
અમદાવાદ, તા. 31 માર્ચ 2023 શુક્રવાર
લગ્નના ફંક્શનમાં આમ તો ઘણા પ્રકારના કાર્યક્રમ હોય છે પરંતુ હલ્દી રસ્મનું ખૂબ જ મહત્વ હોય છે. ભારતીય લગ્નોમાં હલ્દી લગાવવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી રહી છે. આ રસ્મમાં દુલ્હા-દુલ્હનને લગ્ન પહેલા હલ્દી લગાવવામાં આવે છે. હલ્દીમાં ચંદન, ફૂલોની પાંખડીઓ અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવવામાં આવે છે અને તે દુલ્હા-દુલ્હનના ચહેરા અને બોડી પર લગાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આવુ કેમ કરવામાં આવે છે. આ રિવાજ કેમ નિભાવવામાં આવે છે. જો નહીં તો ચાલો આજે અમે તમને જણાવીએ કે લગ્ન પહેલા દુલ્હા-દુલ્હનને હલ્દી કેમ લગાવવામાં આવે છે.
સ્કિનની સમસ્યાઓ દૂર કરે છે
હળદર ખૂબ ગુણકારી હોય છે. જેમાં એન્ટીબાયોટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. લગ્ન પહેલા આ દુલ્હા-દુલ્હનને એટલા માટે લગાવવામાં આવે છે કેમ કે તેમની સ્કિન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે.
ચહેરા પર નિખાર લાવે છે
હલ્દી લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે, ત્વચા સ્વચ્છ થઈ જાય છે. હલ્દી ત્વચા પર જામેલી ગંદકીને સાફ કરીને તેની ચમક વધારી દે છે. જ્યારે આ રંગ વર-કન્યા પર ચઢે છે તો સુંદરતા વધી જાય છે.
થાકને દૂર કરવામાં મદદરૂપ
લગ્નના સમયે કામના કારણે ખૂબ વધારે થાક અને માથાના દુખાવાની સમસ્યા થવા લાગે છે. હલ્દી આ સમસ્યાઓમાંથી છુટકારો અપાવી શકે છે. તેથી લગ્ન પહેલા દુલ્હા-દુલ્હનને હલ્દી લગાવવામાં આવે છે.
ધાર્મિક કારણ
ભગવાન વિષ્ણુની પૂજા
હિંદુ ધર્મમાં માંગલિક કાર્યમાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. લગ્નના અવસરે પણ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પૂજામાં હલ્દીનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે ભગવાન વિષ્ણુને હલ્દી પ્રિય છે.
સૌભાગ્યનું પ્રતીક
હિંદુ માન્યતાઓ છેકે હલ્દી સૌભાગ્યનું પ્રતીક છે. તેથી લગ્ન પહેલા આ વર-કન્યાને લગાવવામાં આવે છે. માન્યતા છે કે આ રિવાજને નિભાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
નકારાત્મક ઉર્જા દૂર કરે છે
લગ્નમાં દુલ્હા-દુલ્હનને હલ્દી લગાવવા પાછળ નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કારણ પણ હોય છે. જેનાથી તેમને નજર ના લાગે અને દરેક પ્રકારની નકારાત્મકતાથી તેઓ દૂર રહે.