બાંગ્લાદેશના ઉંમરલાયકોમાં કેસરી દાઢીનો ટ્રેન્ડ કેમ શરુ થયો છે ?
ઉંમરલાયકો માટે આ એક ફેશન સ્ટેટમેન બની ગયું છે.
સફેદવાળમાંથી છુટકારો મેળવવાનો અસર કારક ઇલાજ પણ છે
દુનિયામાં આજકાલ યુવાનોમાં દાઢી રાખવાનો ટ્રેન્ડ જોવા મળે છે, ક્રિકેટરથી માંડીને ફિલ્મ સ્ટાર્સ વિવિધ ડિઝાઇનવાળી દાઢીમાં જોવા મળે છે. યુવાનોની અસર ૪૦ ની એજ ધરાવતા લોકોને પણ થઇ રહી છે પરંતુ પાડોશી દેશ બાંગ્લાદેશના ઉેમરલાયક મુસ્લિમ પરુષોમાં કેસરી રંગની દાઢીનો ટ્રેન્ડ જોવા મળી રહયો છે. પાટનગર ઢાકાની ગલીઓમાં અને બજારમાં દાઢી રંગેલા પુરુષો અચૂક જોવા મળે છે.
બુઝુર્ગો દાઢીના કપાવવાના સ્થાને મહેંદી નાખીને વાળને લાલાશ પડતા કેસરી બનાવે છે. કેટલાક તો દર અઠવાડિયે મહેંદી નાખીને દાઢીને કલરફૂલ જ રાખે છે. આમ તો માથાના વાળમાં મહેંદી નાખવાનું પ્રચલન ખૂબજ જુનું છે પરંતુ મહેંદીનો રંગ હવે પુરુષોની દાઢી પર પણ ચમકવા લાગ્યો છે. દાઢી રંગીને પુરુષો પોતાને હેન્ડસમ અને યુવાન સમજે છે. જો વાળ સફેદ કે ગ્રે વાળ હોય તો મહેંદીનો કેસરી રંગ જલદી ચડે છે. જયારે કાળા રંગ પર તેની કોઇ જ અસર થતી નથી. દાઢીમાં મહેંદી નાખતા પુરુષોનું માનવું છે કે આજકાલ આ ટ્રેન્ડ હોવાથી દાઢીમાં મહેંદી નાખવી ગમે છે.
બીજુ કે આ શોખ પાછળ ખાસ ખર્ચ પણ કરવો પડતો નથી. મહેંદી હર્બલ પ્રોડકટ હોવાથી કોઇ આડઅસર પણ થતી નથી. સફેદવાળમાંથી છુટકારો મેળવવાનો આ સચોટ ઇલાજ છે. કેટલાક પુરુષો તો બાર્બર શોપમાં પણ પૈસા ખર્ચીને મહેંદી નખાવે છે. સામાન્ય રીતે ૩૫ થી ૪૦ મીનિટ દાઢીના વાળમાં મહેંદી રાખવાની વાળ રંગીન થાય છે. ઉંમરલાયક માટે આ એક ફેશન સ્ટેટમેન બની ગયું છે. જો કે બાંગ્લાદેશ જ નહી એશિયા અને મિડલ ઇસ્ટના ઇસ્લામી દેશોમાં પણ આ ટ્રેન્ડ ફેલાતો જાય છે. કેટલાક આને ધર્મ સાથે પણ જોડે છે તો કેટલાક ફેશનનો નવો ચીલો ગણે છે.