અજબનો પશુ પ્રેમ: રખડતાં કૂતરાને બચાવવા જતા કાર થઇ ક્રેશ, વીમો પાકવા ચાર વર્ષ સુધી કાનૂની લડાઈ લડી
કોર્ટે વીમા કંપનીને 3.2 લાખ રૂપિયા 12 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો
ચાર વર્ષ સુધી આ મામલે કંપની સાથે કાનૂની લડાઈ લડી જીત મેળવી
Image: Pixabay |
17 માર્ચ 2019ના રોજ મહાદેવ તેલંગ નામની વ્યક્તિ મુંબઈના માર્ગો પર ગાડી ચલાવી રહી હતી. ત્યારે એકાએક રખડતો કૂતરો તેમની ગાડી સામે આવ્યો હતો. તેમની ગાડીને હજુ 2 વર્ષ જ થયા હતા. તેમણે એકાએક બ્રેક મારી અને રખડતાં કૂતરાને બચાવી લીધો હતો. આ સમયે તેલંગની કાર કાબૂ ગુમાવતા રોડની બાજુમાં અથડાઈ ગઇ હતી. જેના લીધે કારને બહુ ભારે નુકસાન થયું હતું.
ચાર વર્ષ સુધી આ મામલે કંપની સાથે કાનૂની લડાઈ લડી
આ ઘટના બાદ તેલંગે વીમા કંપનીનો સંપર્ક સાધ્યો હતો. તેલંગ એક ટુરિસ્ટ બિઝનેસ ચલાવતા હતા. તેમણે એક ઈન્શ્યોરન્સ કંપની પાસેથી વીમો લીધો હતો. ચાર વર્ષ સુધી આ મામલે કંપની સાથે કાનૂની લડાઈ લડી હતી. ત્યારબાદ કોર્ટમાં તે કેસ જીત્યો અને ગ્રાહક સુરક્ષા પંચે ગ્રાહકના હકમાં ચુકાદો આપ્યો હતો.
કોર્ટે વીમા કંપનીને 3.2 લાખ રૂપિયા 12 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો
ગ્રાહક પંચના ચુકાદા અનુસાર, ખાનગી વીમા કંપનીને 3.2 લાખ રૂપિયા એ 12 ટકા વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ વ્યાજની ચૂકવણી 2019થી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેની સાથે માનસિક ત્રાસસ બદલ વધુ 50,000 રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. તેલંગ તેમની કાર એક ટુરિસ્ટ વ્હિકલ તરીકે ઉપયોગમાં લેતા હતા.
કંપનીએ વીમો પાસ કરવાની વાતને ફગાવી દીધી હતી
તમને જણાવી દઈએ કે, તેલંગે કારનો અકસ્માત થતાની સાથે જ પોલીસને જાણ કરી હતી અને વીમા કંપનીને પણ જાણ કરી દીધી હતી. જોકે કંપનીએ વીમો પાસ કરવાની વાતને ફગાવી દીધી હતી. વીમા કંપનીએ ફક્ત 1.5 લાખ રૂપિયાનું ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ આપવા કહ્યું હતું જે તેલંગે નકારી કાઢ્યું હતું.