માઇક્રોબ્લેડિંગ ટ્રીટમેન્ટ શું છે, આઈબ્રો માટે કેટલી ફાયદાકારક? જાણો સંપૂર્ણ વિગતો
Microblading Treatment: ચહેરાની સુંદરતામાં આઈબ્રો મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાઢ, સારી આકારની અને પરફેક્ટ આઈબ્રો માત્ર ફેસકટને જ નહીં પરંતુ તમારા વ્યક્તિત્વને પણ સુંદર બતાવે છે. પરંતુ જો તમારી આઈબ્રો લાઈટ, ઓછી ગાઢ અથવા અસમાન છે, તો તમે તેને સુધારવા માટે વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ્સ અજમાવવાનું વિચારી શકો છો. જેમાં તમે માઇક્રોબ્લેડિંગ વિષે તો જરૂર સાંભળ્યું જ હશે.
આજકાલ ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સ પણ તેમની આઈબ્રોને પરફેક્ટ લુક આપવા માટે આ ટ્રીટમેન્ટ અપનાવી રહ્યા છે. પરંતુ માઇક્રોબ્લેડિંગ શું છે? તે કેવી રીતે કરવામાં આવે છે અને તે તમારા માટે યોગ્ય વિકલ્પ છે કે નહિ? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
માઇક્રોબ્લેડિંગ ટ્રીટમેન્ટ શું છે?
માઇક્રોબ્લેડિંગ એ સેમી-પર્મનન્ટ ટેટૂ ટેકનીક છે. જેમાં પિગમેન્ટ તમારી કુદરતી આઈબ્રોમાં ઉમેરવામાં આવે છે જેથી કરીને તે ગાઢ અને આકર્ષક દેખાય. આ ટ્રીટમેન્ટ ખાસ પ્રકારના ફાઇન બ્લેડ અને પિગમેન્ટનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેના દ્વારા આઈબ્રોની વચ્ચે નાના વાળના સ્ટ્રોક બનાવવામાં આવે છે. આ બિલકુલ નેચરલ આઈબ્રો જેવા જ દેખાય છે, જે તમારા દેખાવને આર્ટીફીશીયલ નહીં પણ નેચરલ બનાવે છે. જેમની આઈબ્રો લાઈટ હોય અથવા જેઓ વારંવાર આઈબ્રો પેન્સિલ અથવા અન્ય મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળવા માંગતા હોય તેમના માટે માઇક્રોબ્લેડિંગ બેસ્ટ માનવામાં આવે છે.
માઇક્રોબ્લેડિંગ ટ્રીટમેન્ટની પ્રક્રિયા શું છે?
આ ટ્રીટમેન્ટમાં લગભગ 2-3 કલાકનો સમય લાગે છે, જેમાં ઘણા સ્ટેપ્સ ફોલો કરવામાં આવે છે. જેમાં પહેલા કન્સલ્ટેશન કરીને આઈબ્રોને આકાર આપવામાં આવે છે. આમાં સૌપ્રથમ બ્યુટી એક્સપર્ટ તમારી આઈબ્રોના શેપ, ફેસ કટ અને સ્કિન ટોન જોઈને પરફેક્ટ શેપ નક્કી કરે છે. સારવાર દરમિયાન પીડા ઘટાડવા માટે, આઈબ્રો એરિયા પર નંબિંગ ક્રીમ લગાવવામાં આવે છે. આ પછી, આઉટલાઈન તૈયાર કરવામાં આવે છે, જેમાં આઈબ્રોનો આકાર ખાસ પેન્સિલથી દોરવામાં આવે છે, જેથી ક્લાયંટને ફાઈનલ લુકનો ખ્યાલ આવે.
ત્યારબાદ માઇક્રોબ્લેડિંગ પ્રક્રિયા શરૂ થાય છે. આમાં, બારીક બ્લેડનો ઉપયોગ કરીને પિગમેન્ટ ઉમેરવામાં આવે છે. અંતે હીલિંગ પ્રક્રિયા થાય છે અને અંતિમ પરિણામ થોડા અઠવાડિયામાં દેખાય છે.
માઇક્રોબ્લેડિંગના ફાયદા
આ સારવાર તમારી આઈબ્રોને નેચરલ લુક આપે છે. જેના કારણે મેકાઅપની ઝંઝટ દૂર થઈ જાય છે. તેમજ આઈબ્રો કુદરતી અને જાડી દેખાય છે. આ ટ્રીટમેન્ટની અસર 1-2 વર્ષ સુધી રહે છે. આથી જે લોકો આઈબ્રોના વાળ ખરવાથી પરેશાન છે તેમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે. તે વોટરપ્રૂફ છે, જેથી પરસેવા કે વરસાદમાં પણ તમારી આઈબ્રોને નુકસાન ન થાય.
કોને માઇક્રોબ્લેડિંગ ન કરવું જોઈએ?
જેમની સ્કિન ખૂબ જ સેન્સિટીવ છે અથવા જેમને સ્કિન એલર્જી થવાની સંભાવના છે તેઓએ આ ટ્રીટમેન્ટ લેવાનું ટાળવું જોઈએ. આ સિવાય જે લોકો ડાયાબિટીસ, ચામડીના રોગ અથવા લોહી ગંઠાઈ જવાની સમસ્યાથી પીડિત છે તેઓએ પણ આ ટ્રીટમેન્ટથી દૂર રહેવું જોઈએ. જેઓ ગર્ભવતી હોય અથવા બ્રેસ્ટફીડીંગ કરાવતી હોય, જેમની સ્કિન ખૂબ જ ઓઈલી છે, તેમનાં પર આ ટ્રીટમેન્ટનું લાંબા સમય સુધી નહી રહે.