ઝડપથી વજન ઘટાડવું છે તો વાઈટ વસ્તુઓને કહો ના....
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2020, બુધવાર
જે લોકો વજન કરવાનોવિચાર કરતાં હોય તેણે સૌથી પહેલા પોતાની ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. લોકો પોતાની ખાણીપીણીની આદતોના કારણે જ વજન વધારી બેસે છે. તેથી જો ખોરાકની આદતોમાં સુધારો થાય તો વ્યક્તિનું વજન ઝડપથી ઘટી જાય છે. જે લોકો ઝડપથી વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમણે ડાયટમાંથી વાઈટ વસ્તુઓને આવજો કહી દેવું જોઈએ.
સફેદ વસ્તુઓ એટલે ચોખા, ખાંડ જેવા ખાદ્ય પદાર્થ જેમાં કાર્બોહાઈડ્રેટ અને સ્ટાર્ચ વધારે હોય છે. આ વસ્તુઓમાં ગ્લાઈકેમિક ઈંડેક્સ વેલ્યૂ પણ વધારે હોય છે. આ વસ્તુઓમાં પોષણનો અભાવ હોય છે. આ વસ્તુઓને ડાયટમાંથી દૂર કરી દેવામાં આવે તો વજન પણ ઝડપથી ઘટે છે. તેનાથી બ્લડ સુગર લેવલ પણ ઘટે છે.
આ વસ્તુઓ ખાવાથી શરીરને પોષણ મળતું નથી અને તેનાથી વજન પણ ઝડપથી વધે છે. આ વસ્તુઓ પેટ ભરતી નથી અને કેલેરી વધારે આપે છે. તો ચાલો આજે તમને જણાવી એક ખોરાકમાં નુકસાન કરતી વાઈટ વસ્તુઓનો વિકલ્પ શું બની શકે છે.
1. મેંદાની બ્રેડ ખાવાના બદલે બ્રાઉન બ્રેડ, ઓટ્સ બ્રેડ લઈ શકાય છે.
2. સફેદ પાસ્તાની જગ્યાએ વ્હીટ પાસ્તાનો ઉપયોગ કરવો.
3. રિફાઈંડ શુગરના બદલે સ્ટેવિયા અથવા મધ અને ગોળનો ઉપયોગ કરવો.
4. બટેટાને બદલે લીલા શાકભાજી વધારે ખાવા પરંતું તેમાં પણ ટીન પેક શાકનો ઉપયોગ કરવો નહીં.