ચંબા... ભારતની એવી જગ્યા જ્યાં એકવાર ફરવા જવું જ જોઈએ...
નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2020, ગુરુવાર
હિમાચલ પ્રદેશમાં આવેલું ચંબા એક ટૂરિસ્ટ પ્લેસ છે. આ પહાડી પ્રદેશ દેશની એવી જગ્યા છે જ્યાં જીવનમાં એકવાર તો ફરવા જવું જ જોઈએ. ભારતમાં ભલે તમે અનેક જગ્યાઓએ ફરી ચુક્યા હોય પરંતુ જો આજ સુધી ચંબા નથી ગયા તો તમારા પ્રવાસના અનુભવો અધુરા જ ગણાશે. ચંબાનું મહત્વ શા માટે વધારે છે અને શું ખાસ છે આ જગ્યામાં ચાલો તમને જણાવીએ.
ચંબાનું વાતાવરણ સૌથી મહત્વની વાત છે. અહીંનું વાતાવરણ તમારા મન અને શરીરને તરોતાજા કરી દેશે. આ શહેરનું નામ અહીંની રાજકુમારી ચંપાવતીના નામ પરથી પડ્યું છે. કહેવાય છે કે રાજકુમારી ચંપાાવતી એક સાધુ પાસે શિક્ષા પ્રાપ્ત કરવા જતી હતી. માટે ગઈ.
આ વાત પર રાજાને શંકા થઈ અને એક દિવસ તે રાજકુમારીની પાછળ આશ્રમમાં પહોંચ્યા. તેને ત્યાં કોઈ મળ્યું નહીં પરંતુ તેની પર શંકા કરવા બદલ અને તેની પુત્રીને તેનાથી છીનવી લેવાની સજા કરવામાં આવી. આકાશમાં અવાજ આવ્યો કે આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેણે અહીં મંદિર બનાવવું પડશે. રાજાએ એક સુંદર મંદિર બનાવ્યું. આ ચંપાવતી મંદિરને લોકો ચમેસની દેવી કહે છે.
ચંબાનું હાર્દ ચોગાન
ચંપાવતી મંદિર સામે એક વિશાળ મેદાન છે. જેને ચૌગાન કહે છે. ચંબા શહેરનું હાર્દ છે આ મેદાન. મેદાન ખૂબ મોટું હોવાથી તેને પાંચ ભાગમાં વહેચવામાં આવ્યું છે. મુખ્ય મેદાન ઉપરાંત અહીં નાના નાના ચાર મેદાન છે. અહીં દર વર્ષે એક મેળો ભરાય છે. ચંબા આસપાસ કુલ 75 પ્રાચીન મંદિર છે. તેમાં મુખ્ય છે લક્ષ્મીનારાયણ મંદિર, હરિરાય મંદિર અને ચામુંડા મંદિર.
મ્યુઝિયમ
શહેરના ઈતિહાસને જાણવો હોય તો અહીં આવેલા મ્યૂઝિયમની મુલાકાત લેવી જોઈએ. ચંબાનું ભૂરી મ્યૂઝિયમ નાનું છે પરંતુ તેની વ્યવસ્થા બેજોડ છે. મ્યૂઝિયમમાં તમને ઈતિહાસની જાણકારી ઉપરાંત પેઈન્ટિગ, ગેલેરી પણ જોવા મળશે. અહીં ચંબાની સુંદરતાની તસવીરો પણ જોવા મળશે.
કાલાટોપ અભિયારણ
અહીં એક અભિયારણ પણ આવેલું છે. શાંત પર્વતીય વાતાવરણમાં કાલાટોપ સેન્ચુરી આવેલી છે. અહીં ટ્રેકિંગ કરવાની મજા માણી શકાય છે. અહીં સ્વદેશી પક્ષીઓની પ્રજાતિઓ જેવી કે તીતર, યૂરેશિયન અને ગ્રે હેડેડ કેનરી જોવા મળે છે.
શોપિંગ
હિમાચલના પ્રખ્યાત ઉનની શાલ સહિત અનેક સ્થાનિક વસ્તુઓ તમે ચંબાની બજારોમાંથી ખરીદી શકો છો. જેમને શોપિંગનો શોખ છે તેમના માટે આ માર્કેટ ખજાના સમાન છે.
ચંબા પહોંચવા માટે તમે પઠાનકોટ એરપોર્ટ સુધી ફ્લાઈટ લઈ શકો છો. ત્યાંથી ચંબા 120 કિલોમીટર છે. તમે એરપોર્ટથી બસ, ટેક્સી કરીને ચંબા પહોંચી શકો છો. પઠાણકોટ રેલ્વે સ્ટેશન પરથી પણ તમારે બસ કે કેબમાં મુસાફરી કરવી પડશે.