સામાનમાંથી નીકળતું આ પેકેટ છે ખૂબ કામનું, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2019, બુધવાર
જ્યારે બજારમાંથી નવો સામાન લેવાનો થાય ત્યારે તેમાંથી એક નાનકડું પેકેટ નીકળે છે. આ પેકેટ પર લખેલું હોય છે DO NOT EAT. આ પેકેટમાં નાની નાની સફેદ ગોળી હોય છે. અનેકવાર તમે વિચાર પણ કરતા હશો કે આ પેકેટનું સામાનમાં શું કામ હોય છે. આ પેકેટ્સને સિલિકા જેલ કહેવામાં આવે છે. તેને વસ્તુ ખરાબ ન થાય તે માટે રાખવામાં આવે છે. જો કે આ પેકેટ અન્ય રીતે પણ ઉપયોગી થઈ શકે છે.
1. ફાઈલ, મહત્વના કાગળમાં આ પેકેટ્સ રાખવામાં આવે છે. આ પેકેટ રાખવાથી તે વસ્તુઓ ભેજના કારણે ખરાબ થતી નથી.
2. લોઢા કે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં કાટ ન લાગે તે માટે સિલિકાનો ઉપયોગ કરવામાં આવે છે.
3. જો મોબાઈલ પાણીમાં પડી જાય તો પણ તેની બેટરી કાઢી અને તેને સાફ કરી તેની સાથે એક સિલિકા પેકેટ મુકી દેવું. તેનાથી બેટરીનો ભેજ દૂર થઈ જશે.
4. ફોટો આલ્બમમાં રાખેલા ફોટો ખરાબ ન થવા દેવા હોય તો તેમાં પણ આ સિલિકા પાઉચ રાખી દેવું.