mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પત્નીના ખૌફથી આ ભાઈ ૧૦૦ ફૂટ ઊંચા ઝાડ ઉપર રહે છે!

Updated: Aug 26th, 2022

પત્નીના ખૌફથી આ ભાઈ ૧૦૦ ફૂટ ઊંચા ઝાડ ઉપર રહે છે! 1 - image


નવી દિલ્હી,તા. 26 ઓગસ્ટ 2022 શુક્રવાર

ઉત્તર પ્રદેશના મઉં જિલ્લાના થાણા કોપાગંજ વિસ્તારના બસારથપુર ગ્રામસભામાં રહેતો એક વ્યક્તિ આ દિવસોમાં ચર્ચામાં છે.

મળતી માહિતી મુજબ રામપ્રવેશ નામનો વ્યક્તિ છેલ્લા એક મહિનાથી 100 ફૂટ ઉંટના તાડના ઝાડ પર રહે છે.પણ કેમ અને શા માટે ? આનું કારણ જાણીને તમેં ચોંકી જશો. 

જ્યારે પણ કોઈ તેને સમજાવવા જાય છે ત્યારે તે ઝાડ પર મુકેલી ઈંટો અને પથ્થરોથી હુમલો કરે છે અને લોકો ભાગી જાય છે. રામ પ્રવેશ ઈંટ અને પથ્થર એકઠા કરે છે અને પછી ઝાડ પર પાછો ચઢી જાય છે. જો કોઇ તેને સમજાવવા માટે પણ કે વાત કરવા માટે પણ જાય તો તેના પર પથ્થર ફેંકે છે. 

પત્ની કરે છે ઝગડો

રામપ્રવેશના પિતા વિશુનરામનું કહેવું છે કે, રામપ્રવેશ તેની પત્નીના કારણે ઝાડ પર રહેવા મજબૂર છે કારણ કે તેની પત્ની દરરોજ તેની સાથે ઝગડો કરે છે.

મહિનાથી ઝાડ પર રહે છે 

પત્નીના ખૌફથી આ ભાઈ ૧૦૦ ફૂટ ઊંચા ઝાડ ઉપર રહે છે! 2 - image

પત્નીના આ વલણથી રામ પ્રવેશ એટલો કંટાળી ગયો કે તે, એક મહિનાથી ઝાડ પર રહે છે. પરિવારના સભ્યો ખાવનું અને પાણી ઝાડ પાસે દોરડાથી બાંધીને આપે છે. 

ગામલોકો કહે છે કે તે રાત્રે કોઈક સમયે ઝાડ પરથી નીચે આવે છે અને શૌચ વગેરે કર્યા પછી ઝાડ પર પાછો જાય છે.

પોલીસ ફરિયાદ 

રામપ્રવેશના આ રવૈયાથી ગામના લોકો નારાજ છે.તેઓ કહે છે કે રામપ્રવેશના ઝાડ પર રહેવાથી તેમની પ્રાઈવસી પર અસર થઈ રહી છે કારણ કે તે ઝાડ ગામની વચ્ચે છે અને ત્યાંથી દરેકના ઘરનું આંગણું દેખાય છે. ગ્રામજનોએ રામપ્રવેશ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસ પણ રામપ્રવેશને ઝાડ પરથી નીચે ઉતારવામાં નિષ્ફળ રહી હતી અને તેનો વીડિયો બનાવતી રહી હતી.


Gujarat