ઓફિસનો માહોલ રાખો મજેદાર, વધારે થશે કામ
ઓફિસ આપણું બીજું ઘર હોય છે. તેથી જ એને ઇન્ટરેસ્ટિંગ અને જીવંત બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. નિષ્ણાંતોએ ઓફિસનું વાતાવરણ સારું રાખવા માટે કેટલાક ખાસ ઉપાયો સુચવ્યાં છે જેને તમે પણ અનુસરી શકો છો...
વ્યવસ્થિત રાખો
પોતાના કામની જગ્યાને સાફ રાખો, ડોક્યમેન્ટ સરખી રીતે મુકો જેથી કામ કરવામાં સરળતા પડે. બધુ વ્યવસ્થિત હશે તો તમને કામમાં એકાગ્ર થવામાં સરળતા રહેશે. તમારે જીવનમાંથી અવ્યવસ્થા દૂર કરવી જોઈએ.
નાના બ્રેક લો
લાંબા સમયે બ્રેક લેવાને બદલે નાના બ્રેક ધ્યાન કેન્દ્રિત કરવામાં વધારે મદદ કરે છે. લાંબી રેસમાં દોડવાને બદલે માત્ર દોડવામાં ધ્યાન આપવાથી વધારે લાભ થશે.
ફોનથી રહો દૂર
તમે કેટલાં કલાક ફોન પર હોવ છો? આ સવાલનો જવાબ આપવાનું તમને નહીં ગમે. આવામાં આપણને લાગે છે કે પરિવર્તન જરૂરી છે અને મનગમતી ગેમ્સ રમીને સમય બગાડવાનું બંધ કરવું જોઈએ.
શાંત રહો અને તાજી જડીબુટ્ટીઓ ઉપયોગ કરો
ઘણાં લોકો ઓફિસમાં જમે છે અને જગ્યા સાફ નથી કરતાં. કેટલીકવાર તો વધેલી કે ઢોળાયેલી વસ્તુ એમ જ પડી રહેવાથી એક પ્રકારની સ્મેલ આવે છે. તમને પહેલો વિચાર એર ફ્રેશનરનો છાંટવાનો આવશે. પરંતુ વિચારો એના બદલે તમે તાજા જડીબુટ્ટીઓ ઓફિસ લઇ જાઓ તો કેવું! તમે તુલસી, રોસમેરી, મિન્ટ અને લવન્ડર જેવી તાજા હર્બ્સને ઓફિસ લઇ જાઓ. એને ચામાં નાંખીને પણ પી શકો છો