લગ્ન પછી યુવતીના જીવનમાં થાય છે આ 5 મોટા ફેરફાર
નવી દિલ્હી, 23 મે 2019, ગુરુવાર
લગ્ન એવો સંબંધ છે જેના સપના દરેક યુવક અને યુવતી જોવે છે. લગ્ન બાદ આમ તો બંનેના જીવનમાં ઘણા ફેરફાર થાય છે પરંતુ સૌથી વધારે ફેરફાર યુવતીના જીવનમાં થાય છે. યુવતી જ્યારે પોતાના માતાપિતાનું ઘર છોડી અને સાસરે જાય છે ત્યારે તેના ઘર, સંબંધ સિવાય ઘણું બધું બદલી જાય છે. એક યુવતીના જીવનની સામાન્ય દીનચર્યાથી લઈ દરેક આદતમાં લગ્ન બાદ બદલાવ આવે છે. પરંતુ સૌથી વધારે આ 5 ફેરફાર તેના જીવનને અસર કરે છે.
1. લગ્ન બાદ યુવતી પર તેના પરીવારની જવાબદારી આવી જાય છે. તે પહેલા કરતાં વધારે જવાબદાર બની જાય છે. તેણે પોતાની સાથે ઘરના દરેક સભ્યની જરૂરીયાત, સ્વાસ્થ્ય અને પસંદ નાપસંદનું ધ્યાન રાખવું પડે છે. લગ્ન બાદ એક યુવતીના જીવનની પ્રાથમિકતાઓ બદલી જાય છે. તેની પ્રાથમિકતા તેનું સાસરું થઈ જાય છે.
2. યુવતીએ સાસરામાં ધૈર્યથી કામ કરવું પડે છે. ભલે તે પોતાના ઘરમાં બિંદાસ્ત રહેતી હોય. સાસરામાં તેણે ગુસ્સા, ઉત્સાહ અને દરેક લાગણી પર કાબૂ રાખવો પડે છે. તેણે કંઈ બોલતા કે કરતાં પહેલા પણ વિચારવું પડે છે.
3. માતાપિતાનો પ્રેમ અને ઘર છોડી સાસરે આવેલી દીકરીને નવા લોકો વચ્ચે એડજસ્ટ કરવું મુશ્કેલ હોય છે. તેણે નવા રીત રીવાજ અને વાણી વર્તન સાથે નવા ઘરમાં રહેવાની શરૂઆત કરવી પડે છે. નવા ઘર અને પરીવારમાં સેટલ થવામાં યુવતીઓને માનસિક ચિંતાનો સામનો પણ કરવો પડે છે.
4. યુવતીના શરીરમાં પણ લગ્ન બાદ ઘણા ફેરફાર થાય છે. યુવતીઓનું વજન વધવા લાગે છે. લગ્ન પહેલા પોતાનું ધ્યાન રાખવા પાછળ સમય આપતી યુવતીઓ સાસરે પોતાના પર ધ્યાન આપી શકતી નથી, વળી શારીરિક સંબંધોના કારણે પણ તેના શરીરમાં ફેરફાર થાય છે જેના કારણે શરીરમાં ફેરફાર થાય છે.
5. લગ્ન બાદ સૌથી વધારે ફેરફાર ઊંઘ પર થાય છે. પિયરમાં મોડે સુધી સુતા રહેવાની આદત સાસરામાં બદલી જાય છે. સવારે વહેલા જાગી જવું અને કામ કાજની દોડાદોડીમાં આરામ અને ઊંઘ ખરાબ થઈ જાય છે. રાત્રે મોડા સુવા મળે તો પણ સવારે વહેલા જાગી જવું પડે છે.