જોઈએ છે લાંબા વાળ રાખતી વહુ, જાણો મહિલાઓના વાળ સંબંધિત નવા સર્વે વિશે
નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2019, બુધવાર
ભારતીય કવિઓએ સ્ત્રીની સુંદરતાના વખાણ તેમના કેશને સાથે જોડીને કર્યા છે. આ જ કારણ છે કે સામાન્ય વ્યક્તિની કલ્પનામાં પણ લાંબા, ચમકતા અને સીધા વાળ ધરાવતી મહિલા આદર્શ અને અતિસુંદર બની ચુકી છે. નાના વાળ રાખવાનો શોખ હોય તેવી મહિલાઓ પણ આ કારણે વાળ ટુંકા કરતી નથી.
તાજેતરમાં થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે મહિલાના વાળને લઈ લોકોમાં રુઢિવાદી માનસિકતા જોવા મળે છે. આ સર્વે અનુસાર મોટા ભાગના લોકો માને છે કે જો સ્ત્રીના વાળ સમય કરતાં વહેલા સફેદ થઈ જાય તો તેણે કલર કરાવી લેવો જોઈએ.
આ ઉપરાંત ભારતીય મહિલાઓના લાંબા અને સીધા વાળ હોય તે વધારે અપેક્ષિત છે. લગ્નની વાત આવે ત્યારે દર 3માંથી 2 વ્યક્તિને પોતાની વહુ લાંબા અને સીધા વાળવાળી જ જોઈએ છે.
મહિલાઓ માટે આ વાત અજીબ છે કે લોકો તેના વ્યક્તિત્વને વાળના રંગ અને તેના પ્રકાર પરથી આંકે છે. દરેક સ્ત્રીમાં વિવિધ પ્રકારની વિવિધતાઓ હોય છે. તેની ક્ષમતા અને ગુણોને તેના વાળ કેવા છે તેના પરથી જાણી શકાય નહીં. દરેક સ્ત્રી માટે જરૂરી માત્ર એટલું હોય છે કે તેના વાળ સ્વસ્થ હોય.
વાળની ખાસ વાતો
1. એક દિવસમાં 100થી 150 વાળ તુટે તે સામાન્ય છે.
2. ભીના વાળ નાજુક હોય છે તેથી તે ઝડપથી તુટી જાય છે. તેથી વાળ ધોયા બાદ તેને સુકાયા બાદ ઓળવા જોઈએ.
3. બે મુખીવાળ દૂર કરવા માટે 6થી 8 મહિનામાં વાળ ટ્રીમ કરાવવા.
4. વાળ રોજ ધોવા નહીં અને શેમ્પૂ બાદ કંડિશ્નર અચૂક કરવું.
5. જો વાળ ડ્રાય રહેતા હોય તો સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવો.