માન્યામાં નહીં આવે પણ અદભુત છે ઝાડની સુરંગો
તમે જાતજાતની સુરંગો વિશે સાંભળ્યું હશે અને જોઈ હશે પણ ઝાડમાં બનેલી આ સુરંગો જોઈને તમે વાહ બોલ્યા વિના રહી જ નહીં શકો. અમેરિકાના કેલિફોર્નિયામાં ઝાડમાં આવી સુરંગો બનાવાઈ છે. નવાઈની વાત તો એ છે કે તેને બનાવતી વખતે ઝાડને કોઈ નુકસાન થયું નહોતું.
આ સુરંગોમાંથી હજારોની સંખ્યામાં કાર પસાર થાય છે. આગવી ખાસિયતને લીધે આ સુરંગો પ્રવાસીઓના ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. અમેરિકા ફરવા આવનારા લોકો આ સુરંગોને જોવાનું ચુકતા નથી.
આ સુરંગો જે ઝાડમાં બનાવાઈ છે તેનું નામ રેડવુડ્સ સિકઓડ્સ છે. આશરે ત્રણસો ફીટ ઊંચા આ તમામ ઝાડ આશરે 2 હજાર વર્ષ કરતાં પણ જૂના છે. તેમજ તેમની ઉંમર હજી એક હજાર વર્ષ જેટલી બાકી છે.
પ્રવાસીઓનું કહેવું છે કે કોઈ ઝાડના થડમાંથી આટલો ભાગ કાપી નાખવા છતાં તે પોતાના મૂળ સાથે ઉભા છે એ નવાઈની વાત છે. આ સુરંગોમાંથી પસાર થવા માટે પ્રવાસીઓએ પૈસા ખર્ચવા પડે છે. જો કે પ્રવાસીઓ સ્થાનિક લોકોના આ સુંદર પ્રયાસ પ્રશંસનીય છે. આ સુરંગોને લીધે ઝાડની સુંદરતામાં પણ વધારો થયો છે.