શરીરમાં આ લક્ષણો બતાવી દેશે કે તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઝડપથી વધી રહ્યું છે, તાત્કાલિક તપાસ કરાવજો
Cholesterol Level Symptoms: કોલેસ્ટ્રોલ એક એવી સમસ્યા છે જે વધવાથી વ્યક્તિ અનેક ગંભીર બીમારીની લપેટમાં આવી શકે છે. તે એક એવું ફેટ છે જે શરીરના દરેક કોષમાં જોવા મળે છે. તે હોર્મોન્સ, વિટામિન ડી અને પાચનમાં મદદ કરતા પદાર્થોના નિર્માણ માટે જરૂરી છે. આમ તો શરીર તેને ખુદ બનાવે છે, પરંતુ તે ખોરાકમાંથી પણ મળે છે. બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક ખરાબ અને બીજું સારું. ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં એકઠા થઈને પ્લાક બનાવી શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે. બીજી તરફ સારું કોલેસ્ટ્રોલ ધમનીઓમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ હટાવે છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. જ્યારે કોલેસ્ટ્રોલનું લેવલ ખૂબ વધી જાય છે, ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો દેખાય છે. અમે તમને આજે તેના શરૂઆતના લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શરીરમાં આ લક્ષણો બતાવી દેશે કે તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઝડપથી વધી રહ્યું છે
1. પગમાં દુ:ખાવો
પગમાં દુખાવો અથવા ખેંચાણ ખાસ કરીને એક્સરસાઈઝ દરમિયાન અથવા પછી PADનો સંકેત હોઈ શકે છે, જે હાઈ કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલું છે.
2. શ્વાસ લેવામાં મુશ્કેલી
જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે ફેફસાંમાં લોહી પહોંચાડતી ધમનીઓ સાંકડી થવાને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.
3. થાક અને નબળાઈ
હાઈ કોલેસ્ટ્રોલના કારણે લોહી અને ઓક્સિજનનો અભાવે થાક અને નબળાઈ અનુભવાય છે.
4. હાથ-પગમાં ખાલી ચઢવી
હાથ-પગમાં લોહી ઓછું હોવાથી હાથ, પગમાં ખાલી ચઢી શકે છે.
આ પણ વાંચો: ચલણી નોટો પર મહાત્મા ગાંધીની જ તસવીર કેમ છપાય છે? RBI એ કર્યો ચોંકાવનારો ખુલાસો
5. આંખની આસપાસ પીળો રંગ જામવો
કોલેસ્ટ્રોલ વધાવાના કારણે આંખોની આસપાસ પીળો રંગ જામી જાય છે.
6. છાતીમાં દુ:ખાવો
કોલેસ્ટ્રોલ વધવાના કારણે હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થવાથી છાતીમાં દુ:ખાવો અથવા અસ્વસ્થતા થઈ શકે છે, ખાસ કરીને શારીરિક એક્ટિવિટી દરમિયાન.
7. હાથ-પગ ઠંડા થઈ જવા
હાઈ કોલેસ્ટ્રોલના કારણે ખરાબ બ્લડ ફ્લો હાથ-પગના તાપમાનમાં ફેરફારનું કારણ બની શકે છે.
નોંધ: આ આર્ટિકલ માત્ર માહિતીના હેતુ માટે છે અને વ્યાવસાયિક તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈ મેડિકલ સ્થિતિ વિશે કોઈપણ સવાલ માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવી.