For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

ભારતમાં આ સ્થળોએ જોવા મળે છે વિદેશ જેવો નજારો, હોટ એર બલૂન રાઈડની મજા માણવા ફરવા જવાનો બનાવો પ્લાન

Updated: Sep 18th, 2023


                                                       Image Source: Twitter

અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2023 સોમવાર

જ્યારે પણ હોટ એર બલૂનમાં ફરવાની વાત આવે છે તો સૌથી પહેલા તુર્કીયેના કપ્પાદોચાની યાદ આવે છે. કપ્પાદોચા સમગ્ર વિશ્વમાં હોટ એર બલૂન માટે ફેમસ છે. ત્યાં તમે મોટા-મોટા આકારના બલૂનમાં બેસીને આકાશમાં ફરી શકો છો. ત્યાંનો નજારો જોવા લાયક હોય છે. દુનિયાની અડધાથી વધુ હોટ એર બલૂનિંગ ત્યાં આવેલી છે. ખાસ વાત એ છે કે તુર્કિયેમાં પહાડો પર વસેલુ કપ્પાદોચા એકમાત્ર એવુ ગામ છે, જ્યાં રસ્તા કે રેલમાર્ગના બદલે હોટ એર બલૂનમાં સવારી કરીને જ પહોંચી શકાય છે.


કપ્પાદોચા વિશ્વના લોકોનું ફરવા માટેનું મનપસંદ ડેસ્ટિનેશન છે. ત્યાં હોટ એર બલૂનમાં આકાશમાં ફરવુ લોકોની વિશ લિસ્ટમાં સામેલ હોય છે પરંતુ તમે ભારતમાં પણ હોટ એર બલૂનની મજા લઈ શકો છો. 

દિલ્હી-NCR

દિલ્હી-NCRમાં પણ તમે હોટ એર બલૂનમાં ફરવાની મજા લઈ શકો છો. ત્યાં તમે વસંત કુંજ, સત્ય નિકેતન, દ્વારકા સેક્ટર 22 અને માનેસર જઈ શકો છો. ત્યાં તમને એર રાઈડ માટે લગભગ 8 હજાર રૂપિયા ચૂકવવા પડશે. 

લોનાવલા

લોનાવલા, મુંબઈની પાસે આવેલુ એક સુંદર હિલ સ્ટેશન છે. ત્યાં હોટ એર બલૂનિંગ માટે યોગ્ય સમય ઓક્ટોબરથી મે સુધી રહે છે. તમે આ સમયની વચ્ચે પોતાના પ્રવાસનું આયોજન કરી શકો છો. લોનાવલામાં હોટ એર બલૂનિંગ દરમિયાન તમે આખા શહેરને તમારી આકાશી સફર દ્વારા જોઈ શકો છો. આ અનુભવ તમારા માટે બિલકુલ નવો રહેશે.

જયપુર

રાજસ્થાનની જયપુર સિટીમાં પણ તમે હોટ એર બલૂન રાઈડની મજા લઈ શકો છો. દિલ્હી-એનસીઆરના લોકો સરળતાથી જયપુર જઈ શકે છે. ટ્રેનમાં લગભગ 4-5 કલાક થાય છે. હોટ એર બલૂન રાઈડ સિવાય જયપુરનો ફેમસ આમેરનો કિલ્લો પણ જોઈ શકશો. 

Gujarat
Worldcup 2023
English
Magazines