ભોજન સમારંભ થઈ ગયા શરૂ, આ 5 ટિપ્સ કરજો ફોલો નહીં તો પડશો બીમાર
નવી દિલ્હી, 19 નવેમ્બર 2019, મંગળવાર
લગ્નસરા શરુ થઈ ચુકી છે. તેવામાં લગ્નમાં ભોજન કરવા જવાના અઢળક આમંત્રણ આવે છે અને લોકો હોંશે હોંશે ભોજન કરવા જાય પણ છે. જો કે આવા ભોજન સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડે છે. લગ્નસરામાં વાતાવરણમાં પણ ફેરફાર થતા હોય છે. તેવામાં આ 5 ટિપ્સને ખાસ ધ્યાનમાં રાખવી.
પાર્ટી પહેલા ભુખ્યા ન રહેવું
લગ્ન પહેલાની બેચલર પાર્ટી કે અન્ય કોઈ આયોજન હોય તો તેમાં ભુખ્યા પેટ જવું નહીં. પાર્ટીમાં ભોજન મોડું શરૂ થાય છે અને તેના કારણે ભુખ્યા રહેવું પડે છે. તેથી ઘરેથી નીકળો ત્યારે જ નાસ્તો કરી લેવો જેથી પાર્ટીમાં જમવાનું મોડું થાય તો સ્વાસ્થ્યને નુકસાન ન થાય.
ઓછું ભોજન કરવું
જો રાત્રે બહાર જમવા જવાનું નક્કી જ હોય તો બપોરે હળવું ભોજન કરવું. તેનાથી શરીરમાં કાબ્રસનું સંતુલન જળવાઈ રહે છે. લગ્નના દિવસે બપોરે ભોજન કરવા માટે હળવા અને સ્વસ્થ્ય વિકલ્પને પસંદ કરો. બપોરના ભોજનમાં દાળ અને કઠોળ લઈ શકો છો તેનાથી શરીરમાં વધારાની કેલરી જશે નહીં.
માદક દ્રવ્યોનું સેવન ન કરો
ધૂમ્રપાન કે આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી બચવાનો પ્રયત્ન કરો. મોકટેલ ડ્રિંક્સ પીવાનું પણ ટાળવું. તેમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે. લોકો તેના સ્વાદના કારણે તેનું સેવન કરે છે પરંતુ તે પીવાથી કેલેરી વધી જાય છે. આવા ડ્રિંક બાદ એક ગ્લાસ પાણી અચૂક પીવું.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
તળેલા ખોરાક ન ખાવા
ફ્રાઈડ ફૂડ ખાવાથી હંમેશા બચો. લગ્નમાં સ્ટાર્ટસ વધારે પીરસવામાં આવે છે. પરંતુ સ્ટાર્ટસ ખાવાથી હંમેશા બચવું. જો તે બેક્ડ હોય તો તેનું સેવન કરવું અન્યથા તળેલા ખોરાક લેવાથી બચવું જોઈએ. તેના બદલે સલાડ ખાવાનો આગ્રહ રાખવો.
મીઠાઈ ખાઓ પણ ધ્યાન રાખો
ભોજન પછી કે ભોજન દરમિયાન સ્વીટ ખાવાથી બચવું. ચાસણીમાં ડુબેલા મીષ્ઠાન ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. જો ઈચ્છા હોય તો એકાદ સ્વીટ ખાવી તેનાથી વધારે ખાવી નહીં.