For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિવાળીને હેપ્પી અને હેલ્ધી બનાવશે આ Gift Ideas, તમે પણ કરી શકો છો ટ્રાય

Updated: Oct 23rd, 2022

Article Content Image

અમદાવાદ, તા. 23 ઓક્ટોબર 2022, રવિવાર

દિવાળીના તહેવારને યાદગાર બનાવવા માટે લોકો શું નથી કરતા. ઘરની સજાવટથી શરૂ કરીને બેસ્ટ લુક સુધી દિવાળીના દરેક દિવસને બધા ખાસ બનાવવા માંગતા હોય છે પરંતુ કેવું રહેશે જો તમે દિવાળીને હેલ્ધી પણ બનાવો. જો તમે ઈચ્છો તો કેટલીક સરળ પદ્ધતિઓની મદદથી દિવાળી પર માત્ર તમારૂ જ નહીં પરંતુ તમારા મિત્રો અને સંબંધીઓના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખી શકો છો.   

હકીકતમાં એક બીજાને ગિફ્ટ આપ્યા વગર દિવાળી સેલિબ્રેશનને અધૂરૂ માનવામાં આવે છેય. આવામાં મોટાભાગે લોકો પોતાના નજીકના લોકોને બેસ્ટ ગિફ્ટ આપવાનું પસંદ કરે છે. જો તમે ઈચ્છો તો આ દિવાળી પર લોકોને હેલ્થ રિલેટેડ ગિફ્ટ પણ આપી શકો છો. તો ચાલો અમે તમને કેટલીક હેલ્ધી આઈડિયાઝ જણાવીએ જેની મદદથી તમે હેપ્પી દિવાળીને હેલ્દી દિવાળીમાં ફેરવી શકો છો. 

ડ્રાઈ ફ્રૂટસ કરો ગિફ્ટ

ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને એન્ટી ઓક્સિડેન્ટનો શ્રેષ્ઠ સોર્સ માનવામાં આવે છે. તમે દિવાળી ગિફ્ટમાં આ પ્રકારના ડ્રાય ફ્રૂટસના અવનવા બોક્સ આપી શકો છો. 

હર્બલ ટી ગિફ્ટ આપો

કેટલાક લોકો ચા પીવાના ખૂબ જ શોખીન હોય છે. ચાનું વધુ પડતુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી નવા વર્ષથી હર્બલ ટી પીવાની સલાહ સાથે તમે બ્રાન્ડેડ હર્બલ ટી ગિફ્ટ આપી શકો છો. માત્ર ચાના સ્થાને આ પીણું નહીં પરંતુ વજન ઘટાડવા માટે પણ તે પી શકાય છે. 

શુગર ફ્રી સ્વીટ્સની ગિફ્ટ

દિવાળીનો આ શુભ તહેવાર મીઠાઈ વગર અધૂરો છે પરંતુ વધારે પડતી મીઠાઈ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી તમે પોતાના સંબંધીઓ અને મિત્રોને શુગર ફ્રી મીઠાઈ અને ચોકલેટ ગિફ્ટમાં આવી શકો છો. તેનાથી શરીરનું શુગર લેવલ તો કંટ્રોલમાં રહેશે પણ તેની સાથે અનેક ગંભીર બીમારીઓ પણ દૂર રહેશે. 

ફળોની ટોકરી કરો ગિફ્ટ

દિવાળીને હેલ્ધી બનાવવાનો સૌથી ઉત્તમ વિકલ્પ ફ્રૂટ બાસ્કેટને ગિફ્ટમાં આપવું હોઈ શકે છે. વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ફળોનું સેવન શરીર માટે સૌથી લાભદાયી અને હેલ્થ સિક્રેટ ગણાય છે. તેથી તમે દિવાળી પર જુદા-જુદા ફળોથી બાસ્કેટ સજાવીને પોતાના નજીકના લોકોને ગિફ્ટ કરી શકો છો. 

Gujarat