10 ટેવ તમારા સ્વાસ્થ્ય સાથે કરે છે ખિલવાડ, આયુષ્ય વધારવું હોય તો આજે જ છોડી દો!
These 10 Habits Are Harmful To Your Health: તમામ લોકોને એવી ઈચ્છા હોય છે કે, પોતાનું આયુષ્ય લાંબુ રહે, પરંતુ લાંબા આયુષ્ય માટે સારું સ્વાસ્થ્ય અને ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. આમ તો લાંબી ઉંમરનું એક મૂળ સૂત્ર એ જ છે કે, પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખો. પરંતુ તેની સાથે જ તમારે તમારી કેટલીક ટેવ પણ બદલવાની જરૂર છે. લોકોને ઘણી એવી ખરાબ ટેવ હોય છે જે તેમનું આયુષ્ય ઘટાડી શકે છે. આ ટેવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીને તમને બીમાર બનાવી શકે છે અને ધીરે-ધીરે તે તમને મોતના મુખમાં ધકેલવાનું શરૂ કરી દે છે.
આયુષ્ય વધારવું હોય તો આજે જ છોડી દો આ 10 ટેવ
1. સૌથી પહેલી ટેવ જેણે આજે તમામ લોકોને ઘેરી રાખ્યા છે તે આખો દિવસ ફોન લેપટોપ ચલાવવું. તેનાથી તમારી આંખ પર તો અસર પડે જ છે પરંતુ તેની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે.
2. વધારે પ્રમાણમાં મસાલાથી બનેલા ફૂડ્સ અને ફ્રાઇડ વસ્તુ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. તેનાથી તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે જે હૃદયને નુકસાન પહોંચાડે છે, આ સાથે જ લીવર અને કિડનીની બીમારીનું જોખમ પણ વધી જાય છે.
3. આમાં સિગારેટ અને શરાબ પીવાનું પણ સામેલ છે. વધુ સિગારેટ-બીડી અથવા શરાબ પીવું માણસને ખૂબ બીમાર કરી શકે છે. તેનાથી કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારી થવાનું જોખમ છે.
4. પૂરી ઊંઘ લેવું પણ તમારા માટે ખૂબ જરૂરી છે. ઓછી ઊંઘ પણ ખરાબ ટેવો માંથી જ એક છે, જે તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. વાસ્તવમાં સારી અને પૂરી ઊંઘ ન લેવાના કારણે શરીર અનેક બીમારીઓની લપેટમાં આવી શકે છે.
5. જો તમે ડેસ્ક જોબ કરો છો, જેમાં તમારે કલાકો સુધી બેસી રહેવું પડે છે તો આવી સ્થિતિમાં પણ તમારું શરીર બીમારીઓની લપેટમાં આવી શકે છે. કલાકો સુધી બેસી રહેવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે, તેનાથી હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે.
6. જો તમને ભોજનમાં વધુ મીઠું પસંદ છે તો આ ટેવ છોડી દો. કારણ કે, વધુ મીઠું ખાવું પણ સ્વાસ્થ્ય માટે ખરાબ છે તેનાથી બ્લડ પ્રેશર લેવલ વધી જાય છે અને તે હૃદય માટે સારું નથી.
7. રિફાઇન્ડ ફુડ્સ, સુગર અથવા લોટ ખાવું પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ બંને જ વસ્તુઓ તમને બીમાર પાડે છે અને તમારું આયુષ્ય પણ ઘટે છે.
8. હેલ્ધી ફૂડ ખાવાની સાથે જ એ બાબતનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમે જે ખાઈ રહ્યા છો તેને યોગ્ય રીતે ચાવો છો કે નહીં. જો તમે ખાવાનું યોગ્ય રીતે ચાવીને નથી ખાઈ રહ્યા તો તમારા સ્વાસ્થ્ય માટે તે સારું નથી.
9. જો તમને સુતા પહેલા ખાવાની ટેવ હોય તો તે છોડી દો કારણ કે તે તમારા શરીરને બીમારીઓનું ઘર બનાવી શકે છે. નિષ્ણાંતો સુવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા ખાવાની સલાહ આપે છે.
10. જો તમે ખાવાના શોખીન છો અને સ્વાદ-સ્વાદમાં વધુ ખાઈ લો છો તો તમે બીમાર પડી શકો છો. સ્થૂળતાની સાથે-સાથે આ તમારા બ્લડ સુગર લેવલને પણ વધારી શકે છે.