શિયાળામાં આ 5 જગ્યાઓ કરો એક્સપ્લોર, ઠંડીનો નહી થાય અહેસાસ

શિયાળામાં આ જગ્યાઓ ફરવા માટે છે હોટ ફેવરીટ

Updated: Jan 15th, 2023


અમદાવાદ, 15 જાન્યુઆરી 2023 

વધતી જતી ઠંડીને કારણે અમુકવાર લોકો ઈચ્છવા છતાં ટ્રીપ પ્લાન કરતા ખચકાય છે. એવામાં ભારતમાં જ અમુક જગ્યાઓ એવી છે જે ફરવા માટે આ સિઝનમાં બેસ્ટ ઓપ્શન બની શકે છે. શિયાળામાં ગોઆથી લઈને લક્ષદ્વીપના આ સુંદર બીચની તમે મુલાકાત લઈને તમારા હોલીડે ને વધુ યાદગાર બનાવી શકો છો. 

શિયાળામાં ઠંડીનું જોર વધતા મોટાભાગના લોકો ઘરની અંદર જ રહેવાનું પસંદ કરતા હોય છે, અને આવી કાતિલ ઠંડીથી બચવા માટે ઘણીવાર પોતાની ટ્રીપ પણ કેન્સલ કરી દેતા હોય છે. જો કે, જો તમને પણ શિયાળામાં ફરવા જવાનો શોખ હોય પણ ઠંડીના લીધે પ્લાન ન બનાવી રહ્યા હોય તો તમે આ 5 હોટ ફેવરીટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન વિશે વિચારી શકો છો, જ્યાં તમને શિયાળામાં પણ ખુશનુમા વાતાવરણ મળી રહેશે.

ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખાસ કરીને ઠંડીનું જોર વધારે પ્રમાણમાં હોય છે. અગ્ભાગ અડધો દેશ ત્યારે ઠંડીની ઝપટમાં હોય છે ત્યારે ફરવાના શોખીન લોકો વધારે પડતી ઠંડીના કરને ઘણીવાર પ્લાન કેન્સલ કરી દેતા હોય છે. એટલા માટે જ અમે આજે લઈને આવ્યા છે તમારા માટે અમુક એવી જગ્યાઓના નામ જ્યાં તમે કોઈપણ પ્રકારની ચિંતા વગર ઠંડીમાં પણ બિન્દાસ ફરી શકો છો. 

ગોઆ:
ગોઆ આમ પણ દરેક સિઝનમાં ટ્રાવેલર માટે મોસ્ટ ફેવરીટ ડેસ્ટીનેશન છે. ગોઆ ફરવા જવાનો બેસ્ટ સમય છે ઓક્ટોબરથી માર્ચ. ગોઆમાં ખુબસુરત બીચ ઉપરાંત પણ ત્યાં એડવેન્ચર એક્ટીવીટી, બોન ફાયર, નાઈટ ક્લબ, ડાન્સિંગ અને નાઈટ લાઈફને પણ એન્જોય કરી શકો છો. 

લક્ષદ્વીપ:
અરબ સાગરથી ઘેરાયેલી અતિ સુંદર રમણીય જગ્યા એટલે લક્ષદ્વીપના ટાપુઓ. લક્ષદ્વીપમાં ઘણા રમણીય બીચ આવેલા છે. એવામાં શિયાળા દરમિયાન તમને પણ સફેદ રેતીની ચાદર પર બેસીને અરબ સાગરની લેહેરોની ભરપુર મજા માણી શકો છો. 

કોચ્ચી:
કેરળનું ફેમસ શહેર કોચ્ચી લગભગ 600 વર્ષ જુનું છે. કથ્થક નૃત્યએ કોચ્ચીની શાન ગણાય છે. કોચ્ચીની મુલાકાત લો તો તમને કેરળની મશહુર ડીશ, ઐતિહાસિક જગ્યાઓ તથા નેચરને મન ભરીને માણી શકો છો. 

અલલેપ્પી:
પાણીની વચ્ચે વસેલા અલલેપ્પીને ભારતનું વેનિસ કહેવામાં આવે છે. અહિયાં ઘર તમને પાણીમાં તરતા દેખાશે. અલલેપ્પીની ગલીઓમાં પણ બોટ ચાલે છે. એવામાં શિયાળામાં અલલેપ્પીની ગલીઓમાં ફરતા હોય ત્યારે તમને યુરોપના ફેમસ સીટી વેનિસમાં ફરતા હોય તેવી ફીલિંગ આવશે. 

મૈસુર:
મૈસુરને ભારતીય વિરાસતનો શાનદાર નમુનો માનવામાં આવે છે. એવામાં હિસ્ટ્રી લવર્સ માટે મૈસુર ફરવા જવું એ બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. મૈસુરની વિઝીટ દરમિયાન તમે અહિયાં મૈસુર પેલેસ, સેંટ ફીલોમેના ચર્ચ, વૃંદાવન ગાર્ડન, જગમોહન પેલેસ અને ત્રિનેશ્વરસ્વામી મંદિર પણ જોવા જઈ શકો છો.  

    Sports

    RECENT NEWS