યુવતીઓના ફેવરિટ સોનાના કે રત્નજડિત : Stiletto
- તાજેતરમાં ફેશન ડિઝાઈનરોએ આશ્ચર્યજનક લાગે એવી ડિઝાઈનના સ્ટિલેટો બનાવ્યાં છે.
પુરુષો પાસે એક જોડી ફોર્મલ જૂતાં, એક જોડી સ્પોર્ટસ શૂઝ, એક જોડી સેંડલ અને એક જોડી ચંપલ હોય તોય તેમને એમ લાગે જાણે તેમની પાસે કેટલા બધા પગરખાં છે, પરંતુ માનુનીઓ પાસે દસ-પંદર જોડી જોડાં હોય તોય બજારમાં મૂકાયેલા નવી ફેશનના પગરખાં ખરીદવા તેનું મન અચૂક લલચાય.
તાજેતરમાં ફેશન ડિઝાઈનરોએ આશ્ચર્યજનક લાગે એવી ડિઝાઈનના સ્ટિલેટો બનાવ્યાં છે. તેમણે તેની હિલને નવા નવા રૂપ આપવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. થોડા સમય અગાઉ લેડી ગાગાએ કોફી જગની ડિઝાઈનના પગરખાં પહેર્યાં હતા. એક ઇટાલિયન શુ ડિઝાઈનરે લિપસ્ટિક હિલના સ્ટિલેટો બનાવ્યા છે. હોલીવૂડની પ્રથમ હરોળની અભિનેત્રીઓ જેસિકા આલ્બા અને કેટી પેરીને આ ડિઝાઈન ખૂબ ગમી છે.
તેવી જ રીતે હોલીવૂડની રમણીઓમાં સ્વરોસ્કી સેંડલ અત્યંત પ્રિય થઈ પડયાં છે. લંડન સ્થિત એક ફેશન ડિઝાઈનર કહે છે કે શું ડિઝાઈનરો હમણાં એકદમ ઉત્સાહમાં છે. હમણાં બટરફલાય હિલ, વેજીસ સ્ટિલેટો- હિલ્સ ફેશનમાં છે. ખાસ કરીને તેની હિલમાં કરવામાં આવતું આર્ટ વર્ક પામેલાઓને આકર્ષી રહ્યું છે.
ખહોંગ કોંગના એક શુ ડિઝાઈનરે તો શુધ્ધ સોનાના પગરખાં બનાવ્યા છે. અન્ય એક શુ ડિઝાઈનર કહે છે કે એડીમાં કિંમતી રત્નો જડેલાં જોડાં ખૂબ જચે છે. જોકે હવે પગરખાંની હિલમાં કિંમતી રત્નો જડવાની ફેશન ખિલી છે.
આજની તારીખમાં શૂઝને એકદમ નવો લુક આપવામાં આવી રહ્યો છે. આવાં પગરખાં એકદમ નોખા તરી આવે છે. જો તમે અલગ દેખાવાની ચાહત રાખતા હો તો આર્ટ હિલના જૂતાં પહેરો. જુતા પહેરતી વખતે તમે કેવા ુપ્રકારના જૂતા પહેરો છો તેનું ધ્યાન રાખવુ કેમકે લોકોમાં ખાસ પ્રકારના જૂતાની આજકાલ ખૂબજ મોટા પ્રમાણમાં બોલબાલ ચાલુ થઈ ગઈ છે અમાં લેડીઝમાં તો ખાસ.