'જેઠાલાલે' જિમ ટ્રેનરની મદદ લીધા વિના 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું હતું, જાણો કેવી રીતે
Actor Dilip Joshi lost 16 kg Weight in 45 Days: આજકાલ સેલિબ્રિટીઝ ઝડપથી વજન ઘટાડી રહ્યા છે. કપિલ શર્મા, કરણ જોહર, રામ કપૂર તેમજ બાદશાહે અદ્ભુત ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તેમના વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોએ ઓઝેમ્પિક નામના ઇન્જેક્શનથી પોતાનો વજન ઘટાડ્યું છે. આ દરમિયાન, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠા લાલ એટલે કે દિલીપ જોશીનું ટ્રાન્સફોર્મેશન પણ ચર્ચામાં છે.
દિલીપ જોશીએ 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું અને આશ્ચર્યજનક વાત એ છે કે આ માટે તેણે ન તો જીમ કર્યું કે ન તો ડાયેટિંગ. અન્ય સેલિબ્રિટીઝની જેમ, દિલીપ જોશીએ મોંઘા જીમ ટ્રેનર કે મોંઘા ડાયેટિશિયનની મદદ લીધી ન હતી. તેમણે પોતે જણાવ્યું કે આટલા ઓછા સમયમાં તેણે આટલું વજન કેવી રીતે ઘટાડ્યુ હતું. ચાલો તે જાણીએ.
રનિંગ કરી ઘટાડ્યું હતું વજન
1992ની વાત છે, જ્યારે દિલીપ જોશીએ ગુજરાતી ફિલ્મ 'હું હુંશી હુંશીલાલ' માં એક વૈજ્ઞાનિકની ભૂમિકા માટે પોતાનો વજન ઘટાડવાનું હતું. તે અંગે વાર કરતા એક મીડિયા ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ કહ્યું કે, 'તે સમય દરમિયાન હું રનિંગ કરતો. તેમજ જયારે હું કામ જતો ત્યારે સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલતો અને વરસાદમાં મરીન ડ્રાઇવ પાર કરીને ઓબેરોય હોટેલ રનિંગ કરીને પાછો આવતો. જેમાં મને 45 મિનિટનો સમય લાગતો હતો. આ રીતે, મે દોઢ મહિનામાં તેમનું 16 કિલો વજન ઘટાડ્યું.
એક મહિનામાં કેટલા કિલો વજન ઘટાડવું સામાન્ય છે?
ડૉક્ટર કહે છે કે દર મહિને 2 થી 4 કિલો વજન ઘટાડવું એ એક સ્વસ્થ અને કાયમી રીત છે. આનો અર્થ એ છે કે શરીર ધીમે ધીમે ફિટ બને છે. ઉપરાંત, આ રીતે વજન ઘટાડવાથી વજન ફરીથી ઝડપથી વધતું પણ નથી.
આ પણ વાંચો: ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ
વજન ઘટાડવા શું કરવું જોઈએ?
સ્વસ્થ રીતે વજન ઘટાડવા માટે, ડોકટરો સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે. તેમજ દરરોજ 30 મિનિટ માટે થોડી કસરત કરો. પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો રાખો. આ ઉપરાંત પુષ્કળ પાણી પીઓ અને સૌથી અગત્યનું, કોઈપણ ફિટનેસ અથવા ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા, ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.