ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ
Online Shopping Product Return And Refund : આજકાલ લોકો ઘર બેઠા ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. મોબાઈલ પર એક ક્લિકથી કપડા, ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુ મંગાવી શકાય છે. પરંતુ જ્યારે ઓર્ડર ખોટો ડિલીવર થઈ જાય, પ્રોડક્ટ્સ ખરાબ અથવી નકલી નીકળે અને રિટર્ન પછી પણ સમય પર રિફન્ડ ન મળે તો આ સુવિધા માથાનો દુ:ખાવો બની જાય છે. ઘણી વખત કંપનીઓ ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી નથી લેતી અને રિટેલર અથવા મેન્યુફેક્ચરર પર જવાબદારી નાખી દે છે.
રિટર્ન અને રિફંડની પ્રક્રિયા શું છે?
જો તમે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવો છો અને તે ખરાબ અથવા નકલી નીકળે તો સૌથી પહેલા સબંધિત વેબસાઈટ અથવા પર એપ પર લોગિન કરીને રિટર્ન અથવા રિપ્લેસમેન્ટ માટે રિકવેસ્ટ કરો. ધ્યાન રાખવું કે, આ રિકવેસ્ટ એક નિશ્ચિત સમયસીમાની અંદર કરવાની હોય છે, જે વેબસાઈટ પર લખ્યું જ હોય છે. તમારી પાસે ઓર્ડર કન્ફર્મેશન ઈમેઇલ અથવા રસીદ હોવી જરૂરી છે.
રિફંડ ન આવ્યું તો આ રીતે કરો ફરિયાદ
જો કંપની તમારા રિટર્નને એક્સેપ્ટ કરે છે પણ સમયસર રિફંડ નથી આપતી, તો તે ગ્રાહકના અધિકારોનું ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં ગ્રાહકે પહેલા કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ. જો છતાં પણ ઉકેલ ન મળે, તો તમે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન 1915 પર કૉલ કરી શકો છો અથવા WhatsApp નંબર 8800001915 પર SMS મોકલી શકો છો. આ ઉપરાંત તમે consumerhelpline.gov.in પર જઈને ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો.
કન્ઝ્યુમર અફેર્સ આપવામાં આવી જાણકારી
કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે પોતાના ઓફિશિયલ X હેન્ડલ પર આ જાણકારી શેર કરી છે કે, જો કોઈ ઈ-કોમર્સ કંપની નક્કી સમયમાં રિફંડ ન આપે, તો તે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. RBI અને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કંપનીઓએ યોગ્ય સમય પર રિફંડ આપવું જરૂરી છે. જો કોઈ ગ્રાહક સમય પર રિફંડ ન મેળવે તો તે ગ્રાહક હેલ્પલાઈનના માધ્યમથી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
આ પણ વાંચો: ભારતમાં આટલો ટેરિફ ઝીંકી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, ટ્રેડ ડીલને અપાઈ રહ્યો છે આખરી ઓપ