Get The App

જેને ચાહું છું એની સાથે સેક્સ કરવાની ઇચ્છા નથી

Updated: Dec 26th, 2018

GS TEAM

Google News
Google News

એવું માનવામાં આવે છે કે આશરે એકતી ત્રણ ટકા લોકો એસેક્સુઅલ હોય છે. આ એવાં લોકો છે જેમને બીજાને જોઈને કોઈપણ પ્રકારનું યૌનઆકર્ષણ થતુ નથી. ઘણાં વર્ષો સુધી સ્ટેસીને એ વિચારીને નવાઈ લાગતી કે તેને કોઈની સાથે શારીરિક સંબંધ બનાવવાની ઇચ્છા કેમ નથી થતી, પતિ સાથે પણ નહી! એટલે એ ડૉક્ટર પાસે ગઈ ત્યારે ડૉક્ટરે સત્ય સમજાવ્યું. એક ઇન્ટરવ્યૂમાં સ્ટેસીએ જણાવ્યું કે લાંબા વખત સુધી હું એવું જ વિચારતી હતી કે મને કોઈ માનસિક કે શારીરિક નબળાઈ છે. મને એવું લાગતું કે યૌન સંબંધ બાંધવાની ઇચ્છા સામાન્ય વાત છે.

જેને ચાહું  છું એની સાથે સેક્સ કરવાની ઇચ્છા નથી 1 - image

મારી ફ્રેન્ડસ ઘણીવાર પોતાના બોયફ્રેન્ડ કે કોઈ હ્સ્તી સાથે સૂવાની ઇચ્છા વ્યક્ત કરતી પણ મને કદી આવી ઇચ્છા થઇ જ નહીં. ઉંમરના બીજા દસકામાં મને આ વાતનો અણસાર આવી ગયો હતો પણ મે આ વિષય પર કોઈ સાથે વાત ના કરી. મને લાગતું કે લોકો વિચારશે કે 'હું કેવી વિચિત્ર છું' અને એટલે હું ચુપ રહી. અસેક્સુએલિટીનો અર્થ છે કે મને કોઈના તરફ યૌન આકર્ષણ ના થાય પણ હું રોમેન્ટિક થઇ શકું છું. 19 વર્ષની વયે મને બૉયફ્રેન્ડ મળ્યો જે આજે મારા પતિ છે. જો કે લગ્ન વખતે મને અસેક્સુએલિટી વિશે ખબર જ નહોતી.

પતિ સાથે સૂવું પણ નથી ગમતું

હું વિચાકતી કે હું આ માણસને પ્રેમ કરું છું અને જો એ લગ્નનું પૂછશે તો હું હા પાડી દઇશ કારણકે મારે આખી જીંદગી એની સાથે પસાર કરવી છે. પણ મને એની સાથે સૂવાનું મન કેમ નથી થતું? એક બીજાને ઓળખવા હું અને મારા પતિ સાથે ફરવા નીકળ્યાં. તેણે મને કહ્યું કે હું તને પ્રેમ કરું છું. હું ત્યાં સુધી રાહ જોઈ શકું છું જ્યાં સુધી તને પ્રેમ ના થાય. તેમણે મને બહુ આપ્યું છે પણ કદી એવું કશું નથી કર્યું જેનાથી મને અસહજ ફીલ થાય. સામાજિક માપદંડો મુજબ તો સેક્સ અને બાળકો સંબંધને આગળ વધારવામાં મદદ કરે છે. મારા બધા સાથીઓને બાળકો થયા ત્યારે મને લાગ્યું કે મારે પણ બાળકોને જન્મ આપવો પડશે. એ પછી તો મને એવા સપના આવવાં લાગ્યાં કે પતિ મને છોડી દેશે. એક સમય તો એવો આવ્યો જ્યારે સ્થિતિ અસહ્ય બની ગઈ.  હું 27-28 વર્ષની હતી ત્યારે મેં ઇન્ટરનેટ પર ઓછી યૌન ઇચ્છા હોવાના કારણો સર્ચ કરવાની મોટી ભૂલ કરી. એમાં ઘણાં કારણો જણાવ્યાં હતા જેમાં સૌથી ભયાનક કારણ બ્રેન ટ્યૂમર હતું.

જેને ચાહું  છું એની સાથે સેક્સ કરવાની ઇચ્છા નથી 2 - image

ઓ પછી તો મને એવું લાગવા લાગ્યું કે હું બ્રેન ટ્યૂમરને લીઘે મરી રહી છું. હું ડૉક્ટર પાસે ગઈ અને પૂછ્યું કે શું આ સીરિયસ વાત છે? શું હું મરી જવાની છું? ત્યારે ડૉક્ટરે કહ્યું ગભરાવાની જરૂર નથી, તમે માત્ર અસેક્સુઅલ છો. મેં કહ્યું, 'શું, આ શું હોય?'  એમણે મને વેબસાઈટ બતાવી ત્યારે મને લાગ્યું કે હું મારા જેવા લોકોને મળી શકીશ, આ બહુ રોમાંચક અનુભવ હતો. આ પહેલા મેં ક્યારેય અસેક્સુઅલ એટલે કે અલૈંગિક શબ્દ નહોતો સાંભળ્યો. આ વાત મારા પતિને કહ્યું તો એમણે કહ્યું કે,"આપણે પહેલાથી આ વાત સ્વીકારી છે તો પછી ઠીક છે."  તે બહુ સમજદાર છે એટલે વાંધો નથી આવતો. 

પતિ કહેવા લાગ્યા સ્ટેસ એસ

ઘણાં લોકો અસેક્સુઅલ હોય છે. એ લોકો કોઈની સાથે સંબંધ બાંધે ત્યારે સેક્સમાં સહજ હોય છે પણ હું પતિની નજીક જઉ ત્યારે મારું શરીર કહે છે, "ના ના આ ન રોકો, આ ના થવું જોઈએ." કોઈને આ વાત કરું તો કહે છે કે તમને બાળકો કેવી રીતે થશે. જો કે મારે સંતાન જોઈતા હોય તો ઘણી રીતે લઇ શકું છું એટલે મને એની ચિંતા નથી. છેલ્લાં 3-4 વર્ષથી હું અસેક્સુઆલિટી વિશે જાણું છું. મને એસ (અસેક્સુઅલનો ટૂંકુ રૂપ) લેબલ ગમે છે. મારા માટે આ સહજ છે કારણ કે એણે મને મારા વ્યવહાર અને મારું મન કેવી રીતે કામ કરે છે એ જાણવામાં મદદ કરી છે. હવે મારા પતિ પણ મને સ્ટેસ એસ કહીને બોલાવે છે. 

Tags :