પ્રદૂષિત શહેરોમાં થોડા દિવસ રહેવાથી પણ થઈ શકે છે આ બીમારી !
નવી દિલ્હી, 15 જૂન 2019, શનિવાર
પ્રદૂષણનું પ્રમાણ જે શહેરોમાં વધારે હોય છે ત્યાં રહેતા લોકોને થોડા દિવસમાં પણ શ્વાસની સમસ્યા થઈ શકે છે. શ્વાસની તકલીફ થયા બાદ તેને દૂર થવામાં ઓછામાં ઓછા 1 સપ્તાહનો સમય લાગી શકે છે. આ તારણ ભારત સહિત પાકિસ્તાન અને ચીનમાં કરવામાં આવેલા અધ્યયન બાદ સામે આવ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કના વિશ્વવિદ્યાલયમાં થયેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વિદેશ યાત્રા કરનારા તંદુરસ્ત વયસ્ક લોકોમાં પ્રદૂષણથી થતા કફ, શ્વાસ લેવામાં સમસ્યાની તકલીફોને ઠીક થવામાં સમય લાગે છે.
વિશ્વ પર્યટન સંગઠન અનુસાર 2030 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર યાત્રીઓની સંખ્યા વધી અને 1.8 અરબ થઈ જશે. નિષ્ણાંતો અનુસાર, એવું અનેકવાર જોવા મળ્યું છે કે યાત્રીઓ પ્રદૂષિત શહેરોમાં પર્યટન કરે તે દરમિયાન બીમાર થઈ જાય છે. એટલા માટે જરૂરી છે કે લોકો પોતાના સ્વાસ્થ્યમાં થતા ફેરફાર પ્રત્યે જાગૃત રહે. શોધકર્તાઓએ ન્યૂયોર્ક શહેરમાં 1 સપ્તાહ માટે આવેલા અન્ય દેશોના 34 મહિલાઓ અને પુરુષોના શ્વસન તંત્ર અને હૃદયના હાલનું અધ્યયન કર્યું હતું. તેમના અનુસાર જે શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યાં જતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ.