Get The App

નોકરિયાતો ચેતજો! બેસી રહેતાં લોકોને ફેટી લિવરનો સૌથી વધુ ખતરો, જાણો બચવાના ઉપાય

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
Sitting for long hours can cause Fatty Liver


Sitting for long hours can cause Fatty Liver: આધુનિક લાઇફસ્ટાઇલ અને ટૅક્નોલૉજી આધારિત નોકરીઓએ ભલે આપણા જીવનને સરળ બનાવ્યું હોય, પરંતુ તેનાથી જોડાયેલી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હવે સામે આવવા લાગી છે. હાલ નોકરિયાત વર્ગનાં લોકોની લાઇફસ્ટાઇલ એટલી ઇન-એક્ટીવ અને ઈમબેલેન્સ થઈ ગઈ છે કે ગંભીર બીમારીઓનું જોખમ વધી ગયું છે. તાજેતરમાં નેચર સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, હૈદરાબાદના 84% આઇટી કર્મચારીઓ ફેટી લીવરની સમસ્યાથી પીડિત જોવા મળ્યા. આ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે અને એ દર્શાવે છે કે આપણે હવે ગંભીરતાપૂર્વક આપણી ટેવ અને દિનચર્યા પર ધ્યાન આપવાની જરૂર છે.

ફેટી લીવર શું છે?

જ્યારે આપણા લીવરમાં જરૂર કરતાં વધુ ચરબી જમા થઈ જાય છે, ત્યારે તેને ફેટી લીવર કહેવાય છે. આ ધીમે ધીમે આપણા ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગને નબળું પાડે છે અને જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તે સિરોસિસ કે લીવર કેન્સરનું સ્વરૂપ પણ લઈ શકે છે.

ફેટી લીવરના મુખ્ય કારણો

આ સ્ટડીમાં ફેટી લીવરના કેટલાક મુખ્ય કારણો સામે આવ્યા છે, જે સીધા આપણી રોજિંદી ટેવ સાથે જોડાયેલા છે. સૌથી મોટું કારણ ફાસ્ટ ફૂડ અને પેકેજ્ડ ફૂડ છે. આઇટી સેક્ટરમાં મોડી રાત સુધી કામ કરવું સામાન્ય વાત છે. આવા સમયે ઇન્સ્ટન્ટ ફૂડ પેકેટ્સનો સહારો વધુ લેવામાં આવતો હોય છે, પરંતુ આ જ આદત લીવર પર ખરાબ અસર કરે છે. આ સાથે જ કલાકો સુધી ખુરશી પર બેસી રહેવું પણ ચરબી વધારે છે, જે લીવરમાં જમા થઈને તેને નુકસાન પહોંચાડે છે. ઊંઘનો અભાવ અને સતત રહેતો તણાવ પણ લીવરને નબળું પાડે છે. ઘણી વાર લોકો તણાવ ઓછો કરવા માટે નશાકારક પદાર્થોનો સહારો લે છે, જેના કારણે પણ લીવર ખરાબ થાય છે.

ફેટી લીવરના લક્ષણો

શરુઆતમાં ફેટી લીવરની ઓળખ કરવી થોડી મુશ્કેલ હોય છે, કારણ કે તેના લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી. પરંતુ જેમ જેમ બીમારી વધે છે, તેમ તેમ શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે. ઉદાહરણ તરીકે...

- કોઈ કામ કર્યા વગર પણ હંમેશા થાક લાગવો

- પેટના ઉપરના ભાગમાં ભારેપણું લાગવું કે હળવો દુખાવો થવો 

- ભૂખ ઓછી લાગવી 

- કારણ વગર વજન ઘટવું

- આંખો કે ત્વચા ફિક્કી પડી જવી 

- પગમાં સોજો કે ત્વચામાં ખંજવાળ આવવી

આ બધા લક્ષણો ફેટી લીવર તરફ ઇશારો કરે છે. જો આ લક્ષણો લાંબા સમયથી હોય તો તાત્કાલિક ડૉક્ટરની તપાસ કરાવવી જરૂરી છે.

આ પણ વાંચો: સ્લિપ ડિસ્કની સમસ્યાથી રાહત આપશે આ 5 યોગાસન, મનને પણ મળશે શાંતિ

બચાવ અને ઉપચાર

જો સમયસર લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવે તો આ બીમારીથી સરળતાથી બચી શકાય છે. તેમજ...

- ડાયટ સુધારો, સૌથી પહેલા ખાવા-પીવાની ટેવમાં સુધારો કરો. રોજ તાજા ફળો, લીલા શાકભાજી, કઠોળ, આખા અનાજ અને ઓછું તેલવાળું ભોજન ખાઓ. તળેલી વસ્તુઓ અને ઠંડાપીણાંથી દૂર રહો. 

- રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું, યોગ કરવો કે કોઈપણ હળવી કસરત કરવી ફાયદાકારક છે.

- વજન પર નિયંત્રણ રાખો કારણ કે સ્થૂળતા લીવર પર સીધી અસર કરે છે.

- શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતું પાણી પીઓ અને રોજ 7થી 8 કલાકની ઊંઘ જરૂર લો.

આ નાની-નાની આદતોથી તમે તમારા લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો.

નોકરિયાતો ચેતજો! બેસી રહેતાં લોકોને ફેટી લિવરનો સૌથી વધુ ખતરો, જાણો બચવાના ઉપાય 2 - image

Tags :