સ્લિપ ડિસ્કની સમસ્યાથી રાહત આપશે આ 5 યોગાસન, મનને પણ મળશે શાંતિ
(IMAGE - ENVATO) |
Slipped Disc Problem Back Pain: 45-50 વર્ષની ઉંમરમાં જે સમસ્યાઓ આવતી હતી તે હવે 25-30 વર્ષના યુવાનોમાં પણ જોવા મળે છે. જેની પાછળનું કારણ આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ, કલાકો સુધી બેસીને કામ કરવું અને કસરતના અભાવના કારણે સ્લિપ ડિસ્ક એટલે કે 'હર્નિએટેડ ડિસ્ક'ની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કરોડરજ્જુની વચ્ચે રહેલી ડિસ્ક પોતાની જગ્યાએથી ખસી જાય છે, જેના કારણે પીઠનો અસહ્ય દુખાવો, ચાલવામાં મુશ્કેલી અને નસ પર દબાણ આવવાથી શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવો થઈ શકે છે. આયુર્વેદ અને યોગમાં આનો ઇલાજ શક્ય છે અને નિયમિત રીતે કેટલાક ખાસ યોગાસનોનો અભ્યાસ કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.
આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલાક ખાસ યોગાસનો સ્લિપ ડિસ્કની સમસ્યામાં કરોડરજ્જુને મજબૂત બનાવવા, લચીલાપણું વધારવા અને સ્નાયુઓને રાહત આપવામાં મદદરૂપ થાય છે. એવામાં જોઈએ એવા પાંચ આસન જે સ્લિપ ડિસ્કની સમસ્યામાં આરામ મેળવવા માટે ઉપયોગી થાય છે.
![]() |
(IMAGE - ENVATO) |
1. ભુજંગાસન (Cobra Pose)
ભુજંગાસન ખૂબ જ અસરકારક યોગાસન છે, જે ખાસ કરીને કરોડરજ્જુને મજબૂત અને લચીલી બનાવે છે અને કમરના દુખાવાને ઓછો કરે છે. આ આસનમાં શરીરને ઉપર ઉઠાવવામાં આવે છે, જેનાથી પીઠના સ્નાયુ એક્ટિવ થાય છે અને નસ પરના દબાણમાંથી રાહત મળે છે. આ આસન સ્લિપ ડિસ્કમાં ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ડિસ્કની આસપાસના સ્નાયુઓને ટેકો આપે છે અને સોજો ઓછો કરે છે.
![]() |
(IMAGE - ENVATO) |
2. ઉષ્ટ્રાસન (Camel Pose)
ઉષ્ટ્રાસન કરોડરજ્જુમાં લચીલાપણું વધારનારું આસન છે, જે સ્લિપ ડિસ્કથી પીડાઈ રહેલા લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ આસનમાં શરીરને પાછળની તરફ વાળવામાં આવે છે, જેનાથી કરોડરજ્જુના બધા ભાગો ખેંચાય છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. આનાથી માત્ર દુખાવામાં જ રાહત નથી મળતી, પરંતુ કરોડરજ્જુની યોગ્ય સ્થિતિ જાળવવામાં પણ મદદ મળે છે. આ આસન માનસિક તણાવ પણ ઓછો કરે છે.
![]() |
(IMAGE - wikimedia) |
3. શલભાસન (Locust Pose)
શલભાસન ખાસ કરીને પીઠ અને થાપાના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. આ આસન કરવાથી કરોડરજ્જુ પરનું વધારાનું દબાણ ઓછું થાય છે અને સ્લિપ ડિસ્કની સમસ્યાને ઠીક કરવામાં મદદ મળે છે. આ આસન માત્ર પીઠના દુખાવાને ઓછો નથી કરતું, પરંતુ શરીરના પોશ્ચરને પણ સુધારે છે. નિયમિત રીતે શલભાસન કરવાથી સ્નાયુઓની તાકાત વધે છે અને ઈજા થવાની શક્યતા પણ ઘટે છે.
![]() |
(IMAGE - wikimedia) |
4. વજ્રાસન (Thunderbolt Pose)
વજ્રાસન એક એવું સરળ અને અસરકારક યોગાસન છે, જેને ભોજન પછી પણ કરી શકાય છે. આ પાચન સુધારે છે, પરંતુ તે સાથે જ કરોડરજ્જુને સ્થિર અને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. સ્લિપ ડિસ્કની સમસ્યામાં જ્યારે દર્દીને આરામની જરૂર હોય છે, ત્યારે વજ્રાસન કરોડરજ્જુને ટેકો આપે છે અને શરીરને સંતુલન પૂરું પાડે છે. તે મનને પણ શાંત કરે છે અને લાંબા સમય સુધી બેસવાની આદતને સુધારે છે.
![]() |
(IMAGE - wikimedia) |
5. મકરાસન (Crocodile Pose)
મકરાસન પીઠના સ્નાયુઓને રાહત આપે છે અને તરત જ દુખાવામાં આરામ પહોંચાડે છે. આ મુદ્રામાં પેટ પર સૂઈને શરીરને સંપૂર્ણપણે ઢીલું છોડી દેવામાં આવે છે, જેનાથી કમરના નીચેના ભાગના સ્નાયુઓને આરામ મળે છે. આ આસન સ્લિપ ડિસ્કથી પીડિત દર્દીઓ માટે લાભદાયી માનવામાં આવે છે.