ધુળેટીમાં તમે પણ પહેરો છો જૂના કપડા? તો થઈ શકે છે આ સમસ્યા
નવી દિલ્હી, 9 માર્ચ 2020, સોમવાર
હોળી બાદ લોકો ધૂળેટીનો પર્વ ઉજવે છે. મિત્રો અને પરીવારના સભ્યો એકબીજાને રંગ લગાડી આ ઉત્સવ ઉજવે છે. પરંતુ ક્યારેક આ ઉત્સવ ઉજવતી વખતે લોકો પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરી લેતા હોય છે. આમ થવાનું કારણ તેમની કેટલીક આદતો હોય છે. તેમાં સૌથી સામાન્ય આદત હોય છે જૂના કપડા પહેરવા. તો ચાલો જણાવીએ કે જૂના કપડા પહેરવાથી કેવી સમસ્યા થઈ શકે છે.
1. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો જૂના કપડા પહેરવાથી લોકો અનેક રોગની ચપેટમાં આવી શકે છે. એક વર્ષ કે તેનાથી વધુ જૂના કપડા પહેરવાથી આમાશય પર દબાણ વધે છે. જેના કારણે વાયુ, ખાટા ઓડકાર જેવી તકલીફ થઈ શકે છે. જૂના અને ટાઈટ કપડા પહેરવાથી આંતરડાને પણ અસર થાય છે. જેના કારણે જમ્યા પછી પેટમાં દુખાવો થઈ શકે છે.
2. આ વાતાવરણમાં કૈંડિડા યીસ્ટ નામનું ત્વચાનું સંક્રમણ સૌથી વધારે થાય છે. તેનાથી ત્વચા પર ખંજવાળ આવે છે અને ખંજવાળ કર્યા બાદ ત્વચા પર રેશીશ અને દુખાવો થાય છે. આ સંક્રમણ જૂના કપડા પહેરવાથી પણ થાય છે.
3. ટાઈટ કપડા પહેરવાથી હવા શરીર સુધી પહોંચતી નથી. તેનાથી પ્રાઈવેટ પાર્ટમાં ચેપ લાગી શકે છે. નિષ્ણાંતો જણાવે છે કે ટાઈટ કપડા પહેરવાથી ત્વચા પર સફેદ, ભુરા કે લાલ નીશાન થઈ જાય છે અને રિંગવર્મ સંક્રમણ થઈ શકે છે.
4. જૂના કપડા અને ફાટેલા કપડા પહેરવાથી ગ્રહોનો પ્રભાવ પણ ખરાબ થાય છે. શુક્ર પ્રભાવિત થાય છે અને તેનાથી પ્રેમ, દાંપત્યજીવન પર અસર થાય છે. આ ઉપરાંત જૂના કપડા પહેરવાથી શારીરિક ક્ષમતા અને ઊર્જા નષ્ટ થાય છે.