For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોડી રાત સુધી પથારીમાં મોબાઈલ વાપરવો કેટલો ખતરનાક છે, જાણો કઈ રીત છે નુકસાનકારક

એક જ પોઝીશનમાં રહેવાથી બોડી પર તેમજ ગરદન પર વધારે ખેંચાણ આવે છે.

રાત્રે પથારીમાં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી આંખો નબળી પડે છે

Updated: May 22nd, 2023

Image Envato 

તા. 22 મે 2023, સોમવાર 

આપણામાથી કેટલાય લોકો એવા છે કે તેમને રાત્રે પથારીમાં સુતા પહેલા મોબાઈલ ફોન જોવાની આદત હોય છે. મોબાઈલની લત એટલી બધી વધી ગઈ છે કે તેના વગર રાત્રે ઊંઘ નથી આવતી. પરંતુ પથારીમાં સુતા પહેલા મોબાઈલ જોવો કેટલો ખતરનાક છે તેના કારણો તમારે જાણવા જરુરી છે. 

ફોનનો ઉપયોગ એટલી હદે વધી ગયો છે કે લોકો હવે તેના વગર રહી શકતા નથી. સવારે ઉઠતાની સાથે પહેલા ફોન હાથમાં લઈ ચેક કરતા હોય છે. અને રાત્રે સુતા પહેલા પણ ફોન જ જોતા હોય છે. ફોનને આપણે કલાકે કલાકે સ્ક્રોલ કરી સમય પસાર કરતા રહીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો છે કે જેને સતત ફોનનો ઉપયોગથી કેટલુ નુકશાન થાય છે. 

એક જ પોઝીશનમાં રહેવાથી બોડી પર તેમજ ગરદન પર વધારે ખેંચાણ આવે છે.

સોતા પહેલા પથારીમાં ફોન ન જોવા માટે સલાહ આપવામાં આવી છે. આનાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક બીમારીનો ભોગ બની શકો છો. જ્યારે આપણે મોડી રાત સુધી ફોન વાપરવાથી આપણા હાથ લાંબા સમય સુધી એક જ પોઝીશનમા રહે છે, પરંતુ શરીરની રચના પ્રમાણે આપણા શરીરનો કોઈ પણ લાંબા સમય સુધી એક પોઝીશનમાં રહેવાથી શરીરમાં અને ખાસ કરીને બોડી પર તેમજ ગરદન પર ખેંચાણ આવે છે. 

આ ઉપરાંત આપણા ફોનની સ્ક્રીનને લાંબા સમય સુધી ગળા ભાગને ડોકને નમાવીને રાખવાથી સર્વાઈકલ પર તણાવ આવે છે,જેના કારણે ' ટેક્સ્ટ નેક ' તરીકે ઓળખવામાં આવે છે. 

આંખોની તકલીફ શરુ થશે

જ્યારે તમે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરો છો તો તમારી આંખોને ચમકદાર સ્ક્રીન અને આસપાસના વાતાવરણના સાથે કોન્ટ્રાસને એડજસ્ટ કરવા વધારે પડતી મહેનત કરવી પડતી હોય છે. 

મોડા રાત સુધી ફોનનો ઉપયોગ કરવાથી આવી તકલીફો થઈ શકે છે

રાત્રે પથારીમાં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી આંખો નબળી પડે છે. અને જો તમે અંધારામાં મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરો છો તો આંખોમાં સોજો આવવો, ખુજલી આવવી, આંખો બળવી, લાલ થવી જેવા અનેક રોગો થઈ શકે છે. 

આ ઉપાય અજમાવી જુઓ

એક સપોર્ટ માટે ઓશિકોનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી માથું, ગરદન અને પીઠને રાહત મળી શકે છે. જો તમે એક બાજુ સુવો છો તો કમરની એંગલને યોગ્ય રાખવા માટે તમારા પગ નીચે ઓશિકુ રાખવું જોઈએ. 


Gujarat