ગુલાબની સુગંધ સારી રીતે ભણવામાં અને ઊંઘવામાં મદદ કરશે, જાણો કેવી રીતે
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
ગુલાબની સુગંધ સારી ઊંઘ અને વાંચનમાં એકાગ્રતા વધારવામાં સહાયક છે. આ તથ્ય એક નવા સંશોધન બાદ બહાર આવ્યું છે. આ બાબતે પ્રકાશિત થયેલા એક સંશોધનમાં આ વાત કહેવામાં આવી છે. આ સંશોધન અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ એવી જગ્યાએ વાંચતો હતો જ્યાં ગુલાબની સુગંધ પ્રસરેલી હતી અને બીજાના રુમમાં ન હતી.
આ સંશોધન બાદ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, આ પરીક્ષણ પરથી સાબિત થયું છે કે ગુલાબની સુગંધ અભ્યાસ સારી રીતે કરવામાં સહાયક છે. તેની અસર રોજિંદા જીવનમાં પણ મદદગાર સાબિત થાય છે. આ સંશોધન માટે દક્ષિણ જર્મનીની એક શાળાના ધોરણ 6ના 54 વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
આ સંશોધનમાં ભાગ લેનારાઓ બાળકો અંગ્રેજી શીખતા હતે અને તે વખતે તેમના ઘરે ડેસ્ક પર ગુલાબની સુગંધિત ધૂપસડીઓ મુકવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રે સૂતી વખતે પણ પથારીની નજીકમાં ધૂપસડી મુકવામાં આવી હતી. આ સિવાય કેટલાક બાળકો પાસે ધૂપસડી રાખવામાં આવી ન હતી. આ બંને સમુહના બાળકોનું જે પરીણામ આવ્યું તેમાં ગુલાબની સુગંધ સાથે ભણેલા અને સૂતા બાળકોમાં ઊંઘ અને અભ્યાસનું સ્તર અન્ય કરતાં 30 ટકા સારુ હતું.