પહેલીવાર સોલો ટ્રીપ કરો ત્યારે આ રીતે કરવી તૈયારી.. મજા થઈ જશે બમણી
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2020, બુધવાર
હરવા ફરવાના શોખીન જે લોકો હોય તેમને તો બસ રજા મળે એટલી વાર હોય છે. લોકો અગાઉથી જ લોન્ગ વીકેન્ડ આવતું હોય તો પરીવાર સાથે, મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવી લેતા હોય છે. જો કે ફરવાના શોખીનો તો સોલો ટ્રીપ માટે પણ નીકળી પડે છે. જો તમે પણ ક્યારેય સોલો ટ્રીપ માણી ન હોય અને હવે માણવી હોય તો આ રીતે તમારી પહેલી સોલો ટ્રીપ પ્લાન કરો જેથી તમારી ફરવાની મજા બમણી થઈ જાય.
1. પહેલી સોલો ટ્રીપ દૂરના સ્થળ પર પ્લાન ન કરો. પહેલીવાર એકલા જવાનું હોય ત્યારે નજીકની કોઈ જગ્યાએ જવું. આમ કરવાથી તમને એકલા ફરવાનો અનુભવ માનસિક શાંતિ સાથે થશે.
2. એકલા ફરવા જવાનું હોય ત્યારે સામાનનું ખાસ ધ્યાન રાખવું. સામાન શક્ય હોય એટલો ઓછો લેવો જેથી તમે આરામથી ફરી શકો.
3.જ્યાં ફરવા જવાના હોય ત્યાંની તમામ જાણકારી પહેલાથી જ મેળવી લો. કન્ફર્મ ટિકિટ, રહેવાની હોટેલમાં બુકિંગ વગેરે અગાઉથી જ કરી લેવું. તેનાથી તમને છેલ્લી ઘડીએ દોડધામ ન કરવી પડે.
4. જો પહેલીવાર વિદેશ ફરવા જવું હોય તો વીઝા ઓન અરાઈવલ હોય તેવા દેશમાં જવું. અથવા તો એવા દેશમાં જ્યાં વીઝાની જરૂર પડતી ન હોય.
5. જ્યાં પણ જવાનું થાય હંમેશા જરૂરી નંબર યાદ રાખવા, ઈમરજન્સી નંબર, હેલ્પલાઈન નંબર વગેરે યાદ કરી લેવા અથવા નોંધી રાખવા.