દિવાળીની ઉજવણી થઈ જશે બમણી જો નાસ્તામાં બનાવશો ચીઝ બોલ્સ અને પાપડી ચાટ
નવી દિલ્હી, 27 ઓક્ટોબર 2019, રવિવાર
પાર્ટી હોય કે દિવાળીની ઉજવણી નાસ્તા વિના દરેક તહેવારની મજા અધુરી રહી જાય છે. દિવાળીની પાર્ટીને પણ મજેદાર બનાવવા માટે એક મજેદાર રેસિપી બનાવવી ખૂબ જરૂરી છે. તો આ વર્ષે તમારી દિવાળીની મજાને બમણી કરવા માટે બનાવો સ્વાદિષ્ટ ચીઝ બોલ.
સામગ્રી
ખમણેલું ચીઝ - 1 કપ
ઈંડા - 2
મેંદો - 1/4 કપ
મીઠું - સ્વાદ મુજબ
લાલ મરચું પાવડર - 1/4 ચમચી
બેકિંગ પાવડર- 1/2 ચમચી
તેલ- તળવા માટે
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
રીત
તેલ સિવાયની અન્ય બધી સામગ્રીને વાસણમાં મીક્સ કરો અને બરાબર મસળો. લગભગ 15 મિનિટ માટે આ મિશ્રણ સેટ થવા છોડી દો. 15 મિનિટ બાદ મિશ્રણમાંથી બોલ્સ બનાવો અને એક કડાઈમાં તેલ ગરમ કરો અને ગરમ તેલમાં આ બોલ તળી લો.
2- પાપડી ચાટ
સામગ્રી
પાપડી - 28
બાફેલા બટાટા - 2 કપ
દહીં - 2 કપ
ખજુર, આમલીની ચટણી
લીલી ચટણી
મીઠું - સ્વાદ પ્રમાણે
જીરું પાવડર - 1 ચમચી
લાલ મરચું પાવડર - 1 ચમચી
સેવ - 4 ચમચી
રીત
બાફેલા બટાકાની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો. 7 પાપડી તોડો અને સર્વિંગ પ્લેટ પર સજાવો. તેમાં 1/4 કપ બટાકા, 1/4 કપ દહીં, 2 ચમચી ખજૂરની ચટણી અને 1 1/2 ચમચી લીલી ચટણી ઉમેરો. તેના ઉપર મીઠું, 1/4 ચમચી ચાટ મસાલા, 1/4 ચમચી જીરું પાવડર અને 1/4 ચમચી લાલ મરચું પાવડર નાંખો અને પાપડી ચાટ તૈયાર કરો. તેને કોથમીર અને સેવથી ગાર્નિશ કરો.