POSE Please : ફોટો પડાવવાની કેટલીક અવનવી કળા...
જેમ ફોટા પાડવા એક કળા છે તેમ ફોટા પડાવવા પણ એક કળા છે. કહેવાનો અર્થ એ છે કે તમારા ચહેરા અને શરીરના અન્ય ભાગોની ઊણપ છુપાઈ જાય અથવા તમે હો તેના કરતાં વધુ સુંદર દેખાઓ એવી રીતે ફોટ પડાવી શકાય. નિષ્ણાત ફોટોગ્રાફરો જણાવે છે કે ફોટો ક્લિક કરાવવાથી પહેલા 'થર્ઝ -ડે' શબ્દ બોલવાથી હોઠનો આકાર એકદમ સરસ લાગે છે. આ શબ્દ બોલ્યા પછી તરત જ હળવું સ્મિત આપો. આમ કરવાથી તમારો ચહેરો ખૂબ સુંદર દેખાશે.
માનુનીઓના હાથ સ્થૂળ હોવા સામાન્ય છે. પરંતુ જો ફોટામાં આ હાથ થોડાં પાતળા દેખાય એમ ઇચ્છતા હો તો ફોટો પડાવતી વખતે તેને શરીરથી એકાદ-બે ઇંચ દૂર રાખો. આનું કારણ એ છે કે હાથ જ્યારે ધડને અડાડીને રાખવામાં આવે ત્યારે તે વધુ પુષ્ટ દેખાય છે.
કેમેરા સામે ચહેરો એકદમ સીધો રાખવાથી પણ ફોટો સારો નથી આવતો. તેથી ચહેરો જમણી અથવા ડાબી બાજુ સહેજ ઢળતો રાખો. તેવી જ રીતે બોડી પણ એકદમ સીધું રાખવાને બદલે સહેજ એક તરફ વળતાં હોય એ પ્રમાણે રાખો.
જો તમારી કટિ ભરાવદાર હોય તો કમર પર હાથ રાખવાને બદલે નિતંબ પર હાથ રાખો. તેવી જ રીતે જો પેટ ઉપસેલું હોય તો પેટ અંદર ખેંચીને શ્વાસ રોકી રાખો. તમે ગુ્રપમાં ફોટો પડાવતા હો તો ક્યારેય છેવાડે ન ઊભા રહો. છેલ્લે ઊભેલી વ્યક્તિ પર કેમેરાનો એંગલ એ પ્રકારે આવે છે કે તે હોય તેના કરતાં પણ વધુ સ્થૂળ દેખાય. વળી તે પોતાની બાજુમાં ઊભેલી વ્યક્તિ તરફ થોડી ઢળેલી રહે તેથી તેના હાથ બરાબર તેના ધડને અડીને જ રહે. આ કેમેરા એંગલ અને શરીરને અડાડીને રાખેલા હાથને કારણે છેલ્લે ઊભેલી વ્યક્તિ વધુ સ્થૂળ દેખાય.
જો તમે તમારી વાસ્તવિક સ્થૂળતા ઢાંકવા માગતા હો તોય ગુ્રપમાં વચ્ચે ઊભા રહીને ફોટો પડાવો. મોટાભાગે બધી માનુનીઓનો જડબા અને ગરદનનો ભાગ થોડો ભરાવદાર હોય છે.
પરંતુ ફોટામાં તે બહુ ભદે દેખાય છે. તેથી કેમેરા ક્લિક થાય તેનાથી પહેલા તમારી હડપચી થોડી આગળ આવે એ રીતે ગરદન પાસેથી ચહેરાને આગળ તરફ ખેંચો. આ પોઝમાં તમારા જડબાં થોડા આગળ આવશે અને ગરદન સુંદર આકાર રચશે. યોગ્ય 'પોઝ'થી ચહેરા, શરીરની ખામીઓ ઢંકાઈ જાય છે
કેમેરા સામે ચહેરો એકદમ સીધો રાખવાથી પણ ફોટો સારો નથી આવતો. તેથી ચહેરો જમણી અથવા ડાબી બાજુ સહેજ ઢળતો રાખો. વાળ વળતાં હોય એ પ્રમાણે રાખો