ભારતમાં 'શોખ' થી ખવાતી આ વસ્તુઓ પર વિદેશમાં છે પ્રતિબંધ, નામ જાણી જ ચોંકશો
Popular Indian Foods Banned In Foreign Countries: ભારતીયો ખાવા-પીવાના ખૂબ જ શોખીન છે. આવી સ્થિતિમાં આપણા ઘર અને રાજ્યોમાં ખાવાની સેંકડો વેરાયટી જોવા મળે છે. આ સેંકડો વેરાયટીમાં કેટલીક વસ્તુઓ એવી છે જેને લગભગ બધા જ લોકો ખૂબ જ શોખ ખાઈ છે. જોકે, તમે એ જાણીને ચોંકી જશો કે, તમારી આ મનસપંદ ફૂડ આઈટમ્સ પર વિદેશોમાં પ્રતિબંધ છે. ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે રોજ ખાવો છો પરંતુ વિદેશમાં તેના પર પ્રતિબંધ છે. તો ચાલો આજે અમે તમને એ ફૂડ વિશે જણાવીએ જેના પર વિદેશમાં પ્રતિબંધ છે.
સમોસા
ભારતના દરેક ઘરમાં ખૂબ જ શોખથી ખવાતા સમોસા તમને પણ ખૂબ પસંદ હશે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સોમાલિયામાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના પ્રતિબંધનું કારણ તેનો ત્રિકોણાકાર આકાર છે. વાસ્તવમાં 'અલ-શબાબ ગ્રુપ'ને સમોસાનો ત્રિકોણાકાર શેપ ખ્રિસ્તી ધર્મનું પ્રતીક લાગે છે.
ચ્યવનપ્રાશ
ભારતીયો માટે ચ્યવનપ્રાશ એક ભોજન નહીં પરંતુ દવાની જેમ છે. જોકે, કેનેડામાં ઘણી જડીબુટ્ટીઓ અને મસાલાના આ મિક્સ પર પ્રતિબંધ છે. વર્ષ 2025માં કેનેડા સરકારે ચ્યવનપ્રાશમાં લીડ અને મરકરીની વધુ માત્રા હોવાના કારણે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.
ઘી
ભારતના દરેક ઘરમાં ખાવામાં આવતું અને સ્વાસ્થ્ય માટે ફાયદાકાર માનવામાં આવતું ઘી અમેરિકામાં તમને શોધવા પર પણ નહીં મળશે. વાસ્તવમાં અમેરિકામાં તેને ઘાતક બીમારીઓનું કારણ માનવામાં આવે છે. અમેરિકામાં તેને સ્થૂળતા, હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ માનવામાં આવે છે.
સરસવનું તેલ
આપણા દેશમાં એવું ઘર શોધવું મુશ્કેલ છે જ્યાં સરસવનું તેલ ન મળી આવે. ભારતીય ઘરોમાં વર્ષોથી સરસવના તેલથી ભોજન બનાવવામાં આવે છે. જોકે, અમેરિકા અને યુરોપ જેવા ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ છે. વાસ્તવમાં આ લોકોનું માનવું છે કે તેમાં રહેલા યુરિક એસિડનું મોટા પ્રમાણમાં સેવન કરવાથી સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચો: સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત: ઉજ્જવલ નિકમ
ટોમેટો કેચઅપ
બાળકો અને પુખ્ત વયના લોકોમાં લોકપ્રિય ટોમેટો કેચઅપનું નામ પણ આ યાદીમાં સામેલ છે. અહીંના લોકો તેને ખૂબ જ શોખથી ખાય છે, પરંતુ ફ્રાન્સમાં તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.
જેલી
ભારતના બાળકોની મનપસંદ જેલી પર પણ ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધ છે.