કપડા જ નહીં જ હેન્ડ બેગ પણ તમને બનાવી શકે છે સ્ટાઈલિશ, અજમાવો આ ટીપ્સ
નવી દિલ્હી, 3 ડિસેમ્બર 2019, મંગળવાર
કપડા સાથે બેગ જેવી એક્સેસરીઝ તમારા લુકને સ્ટાઈલિશ બનાવતી હોય છે. આજે તમને આવી જ કેટલીક ટીપ્સ વિશે જાણકારી આપવામાં આવશે જેને ફોલો કરવાથી તમારા લુકને વધારે સ્ટાઈલિશ બનાવી શકો છો. માર્કેટમાં અલગ અલગ પ્રકારના બેગ મળે છે જે તમારા દરેક લુકને મેચ કરતાં હોય. બસ જરૂરી છે એ જાણવું કે કયા સમયે અને કયા પરીધાન સાથે કયા પ્રકારની બેગનો ઉપયોગ કરવો જોઈએ. બેગની પસંદગી તમારી ફેશન સેન્સ સાથે તમારા મુડને પણ દર્શાવે છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક બેગ્સ વિશે જે તમારા લુકમાં ચાર ચાંદ લગાવી શકે છે.
ક્લાસિક સ્ટાઈલ
શનૈલના બેગ સ્ટાઈલિશ વિકલ્પ છે. તેની એક ઝલક જ વ્યક્તિને પાગલ કરી દે છે. તમે તમારા પરિધાન સાથે મોનોટોન એટલે કે એક રંગની બેગ રાખી શકો છો. ફેશનના ચલણમાં સૌથી આગળ રહેવા માટે તેને કપડા સાથે કોંટ્રાસમાં એટલે કે ગુલાબી જેવા કપડા સાથે કેરી કરવાનું રાખો.
ખાસ લુક
જો તમારે ગંભીર અને ગરિમામય અંદાજ જોઈતો હોય તો લુવી વિટાંના બેગ સારો વિકલ્પ છે. આ બેગ કોઈ સાથેની મુલાકાત સમયે કે ગેટ ટુ ગેધરમાં સાથે રાખી શકાય છે. તેને પેન્ટ, શૂટ કે અને મીડી ડ્રેસ સાથે કેરી કરવું જોઈએ.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
શાનદાર, જાનદાર લુક
અંદરના પાવરને દર્શાવવા માટે ડિઓરના ટોટ બેગ બેસ્ટ છે. ઓફિસમાં ઠાઠથી જવાની ઈચ્છા હોય તો આ ડ્રેસ સાથે રાખવો. આ પ્રકારની બેગ ન્યૂટ્રલ બ્લેઝર અથવા તો એગ્ઝીક્યૂટિવ શર્ટ સાથે સારી લાગશે.
કેઝુઅલ લુક માટે
રોજના કામ માટે કે મિત્રો સાથે ફરવા નીકળા હોય ત્યારે ન્યૂટ્રલ રંગ અને બૈલી બેગ સાથે રાખવી. આ બેગનો ઉપયોગ રાત્રે બહાર જતી વખતે ઉપરાંત ઓફિસમાં પણ કેરી કરી શકાય છે.