Video: લોકોએ શરૂ કરી 'નો પેન્ટસ્ સબવે રાઈડ', રસ્તા પર પેન્ટ વિના જોવા મળ્યા લોકો
કૈલિફોર્નિયા, 23 જાન્યુઆરી 2019 બુધવાર
વાહનમાં મુસાફરી કરતાં, રસ્તા પર હરતા ફરતા લોકો જો તમને પેન્ટ પહેર્યા વિના જોવા મળે તો ? આ વાત કલ્પના જેવી લાગે પરંતુ અમેરિકાના ન્યૂયોર્કમાં કેટલીક જગ્યાઓએ આવા કિસ્સા બન્યા છે. અહીં લોકો મેટ્રો અને રસ્તા પર અડધા કપડા પહેરીને ફરતા જોવા મળે છે. યુવકો તેમજ યુવતીઓ પણ અહીં અડધા કપડા પહેર્યા વિના ફરતી જોવા મળે છે.
ન્યૂયોર્ક જેવા અન્ય શહેરોમાં લોકોએ નો પેન્ટસ્ સબવે રાઈડની એક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં લોકો કમરથી ઉપરના કપડા પહેરેલા જ જોવા મળે છે. પરંતુ કમરથી નીચે અંડરગાર્મેન્ટ સિવાય કંઈજ પહેરતા નથી. આમ તો આ વાત પર વિશ્વાસ આવે નહીં પરંતુ આ નજારો વીડિયોના માધ્યમથી જોઈ શકાય છે.
લોસ એંજિલિસ, મેક્સિકો અને ન્યૂયોર્કમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમેરિકાના 60 શહેરોમાં આ ઝુંબેશ ચાલી રહી છે. લોકો પર આમ કરવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. લોકો પોતાની મરજીથી જ આ ઝુંબેશમાં જોડાયા છે.
આ ઈવેન્ટની શરૂઆત 2002માં ન્યૂયોર્કમાં થઈ હતી. 12 જાન્યુઆરીના રોજ આ ઈવેન્ટ મનાવવામાં આવે છે. વર્ષ 2014માં પોલીસએ આ ઝુંબેશમાં ભાગ લેતા લોકોને અવ્યવસ્થા ફેલાવવાના આરોપમાં પકડ્યા પણ હતા પરંતુ તેના પર રોક પોલીસ લગાવી શકી નહીં. આ ઝુંબેશ ચલાવવાનું કારણ પણ આશ્ચર્યજનક છે. આ ઝુંબેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે શરૂ કરવામાં આવી છે. લોકો પેન્ટ પહેર્યા વિનાના લોકોને મેટ્રોમાં ફરતા કે રસ્તા પર ચાલતા જોઈ અને હસી શકે તે માટે આ કામ કરવામાં આવે છે.