દીકરીને કદી ના કહેશો તુ સુંદર લાગે છે, જાણો કેમ
પોતાનું સંતાન તે દીકરી હોય તે દીકરો દરેકને વહાલા જ લાગે છે. દરેક માતા-પિતાને પોતાની દીકરી સુંદર જ લાગે છે. પંરતુ જો તમારી દીકરી નાની હોય તો એને આ વાતનો અહેસાસ ના કરાવો કે ના તો વારંવાર એને કહો કે એ સુંદર છે. તમને આ વાત વાંચીને નવાઈ લાગશે પરંતુ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દીકરીની સુંદરતાના વધારે વખાણ કરવાથી એમની પર્સનાલિટી પર વિપરીત અસર થાય છે.
બાળકોની પ્રશંસા કરવામાં કોઈ ખરાબી નથી પણ એની ઉંમર પ્રમાણે પ્રશંસા થવી જોઈએ. એમને સારા ખરાબની સમજણ આવે એ પછી એમની સુંદરતાની પ્રશંસા થવી જોઈએ. જો તમે નાનપણમાં જ એની સુંદરતાના વખાણ કર્યા કરશો તો એ પોતાના લુક્સ વિશે વધારે વિચારવા લાગશે. પરિણામે એનું ધ્યાન ભણવા અને બાકીના કામોમાં નહીં લાગે. કેટલીકવાર તો છોકરીઓના વર્તનમાં પણ ચેન્જ આવી જાય છે.
જો બાળપણથી જ એને એવું કહેવામાં આવે કે તે બહુ સુંદર છે તો એના મગજમાં એ વાત ઘર કરી જશે કે એની સૌથી મોટી તાકાત એની સુંદરતા જ છે. જો કે એ વાત પણ એટલી જ સાચી છે કે જો તમે એમના વખાણ નહી કરો તો એનો આત્મવિશ્વાસ ઓછો થઇ જશે. પરંતુ વખાણ તો તમે એમના વર્તન-વ્યવહાર અને અભ્યાસ કે બીજા સારા ગુણોના પણ કરી શકો છો. આનાથી એનો આત્મવિશ્વાસ વધશે અને તે સુંદરતા પર વધારે ધ્યાન નહીં આપે.