આ નેચરલ રીતે વધશે બટ સાઈઝ, દેખાશો અતિસુંદર
અમદાવાદ, 18 જૂન 2019, મંગળવાર
ફેશનેબલ સમયને ધ્યાનમાં રાખી અને દરેક વ્યક્તિએ પોતાની સુંદરતાની સાથે ફીટનેસ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. દરેક પ્રકારના કપડામાં, કોઈપણ ફંકશનમાં આકર્ષણનું કેન્દ્ર અને સુંદર દેખાવ જાળવી રાખવા માટે યુવતીઓએ શરીરના કેટલાક અંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આજકાલ યુવતીઓમાં બિગ બટ સાઈઝનો ક્રેઝ જોવા મળે છે. જો તમને પણ આવા દેખાવની ઈચ્છા હોય તો આ ખાસ ટિપ્સ તમને કામ આવશે જેનાથી તમારા સેક્સી લુકમાં ચાર ચાંદ લાગી જશે.
ફિટનેસને જાળવી રાખવા માટે સૌથી વધારે જરૂરી છે એક્સરસાઈઝ, જેની મદદથી બોડીની ફિટનેસ જાળવી શકાય છે અને શરીરના અંગોનો શેપ પણ યથાવત રહે છે. આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં ખાણીપીણી ઉપરાંત કસરતનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે પ્રોટીનયુક્ત આહાર લેવો. તેમાં પણ જો તમારે બટ સાઈઝ વધારવી હોય તો પ્રોટીનયુક્ત આહારનું પ્રમાણ બમણું કરવું જરુરી છે.
નિયમિત રીતે કસરત કરવા ઉપરાંત શાકભાજીનું સેવન પણ યોગ્ય પ્રમાણમાં કરવું. તમારા રોજના ભોજનમાં કાર્બોહાઈડ્રેટયુક્ત પદાર્થોનું સેવન કરવું જોઈએ જેમકે બ્રાઉન રાઈસ, જવ, રતાળૂ, અનાજ અને રોટલી જેમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોય છે.