Updated: Mar 2nd, 2023
નવી મુંબઇ,તા. 2 માર્ચ 2023, ગુરુવાર
વિશ્વભરના ઘણા પ્રતિભાશાળી કલાકારો તેમની કલા દર્શાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. એક મહિલાના હાથમાં એવી વસ્તુ જોવા મળી કે, લોકો લાંબા સમય સુધી મૂંઝવણમાં રહ્યા. બાદમાં જાણવા મળ્યું કે તે બિલકુલ મહિલાની જેમ બનેલી કેક છે.
એક કેક આર્ટિસ્ટનું કમાલનું ટેલેન્ટ જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેક આર્ટિસ્ટ નતાલિયા સાઈડસર્ફે કેક મેકિંગના ટેલેન્ટથી તમામને ચોંકાવી દીધા છે.
નતાલિયા સાઈડસર્ફનો એક કેક મેકિંગ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ એક કીડાની જેમ દેખાતી કેક બનાવતી જોવા મળે છે. જેને જોઈને કોઈ પણ ના કહી શકે કે તે કીડો નહીં કેક છે. વીડિયોને નતાલિયા સાઈડસર્ફે પોતાના યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં નતાલિયા બ્રેડ અને ચોકલેટનો ઉપયોગ કરીને બિલકુલ અસલી કીડા જેવી દેખાતી કેક બનાવતા જોવા મળી રહ્યા છે. કીડાવાળા કેકને આકાર આપ્યા બાદ તે તેને ફૂડ કલરથી રંગી દે છે જેના કારણે તે બિલકુલ કીડાની જેમ દેખાય છે.આ સિવાય અન્ય એક વીડિયોમાં તેણે પોતાના ફેસ જેવી જ કેક બનાવી છે. જેનાથી લોકો વધુ અચંબામાં આવી ગયા હતા.