Get The App

વેકેશનની મજાને બરકરાર રાખશે આ 9 વસ્તુઓ

Updated: Apr 9th, 2019

GS TEAM

Google News
Google News
વેકેશનની મજાને બરકરાર રાખશે આ 9 વસ્તુઓ 1 - image

રોજની દોડધામવાળી લાઈફથી કંટાળીએ એટલે  કોઈ શાંત અને સુંદર જગ્યાએ ફરવા જવાનું મન થાય છે. જો તમે પણ આવું કોઈ પ્લાનિંગ કરતાં હોવ તો પેકિંગ કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો જેથી પ્રવાસમાં કોઈ તકલીફ ના પડે.

પાવર બેન્ક (Power bank)

ફરવા નીકળીએ એટલે ઢગદલો ફોટો તો પડવાના જ છે. ભરપૂર ગીતો પણ સાંભળવાના- આવામાં ફોનની બટરી ઝડપથી ઉતરી જાય છે. શક્ય છે કે તમે જ્યાં હોવ ત્યાં ફોન ચાર્જ કરવાની વ્યવસ્થા ના પણ હોય. આવામાં પાવર બેન્ક બહુ ઉપયોગી સાબિત થાય છે. તેથી પોતાની પાવર બેન્ક રાખવાનું ભૂલશો નહીં.

રિચાર્જેબલ ટોર્ચ (Rechargeable torch)

તમે કોઈ જગ્યાએ ટ્રેકિંગ કે કેમ્પિંગ માટે નીકળ્યાં હોવ તો સામાનમાં રિચાર્જેબલ ટોર્ચ રાખવાનું ભૂલશો નહીં. તે ઓનલાઈન ઇઝિલી મળી જશે. પ્રવાસમાં આ તમને બહુ કામમાં આવશે. જો ક્યારેક અંધારામાં ક્યાંક જવાનું થાય તો આ ટોર્ચ મદદરૂપ થઇ શકે છે. તેથી તેને અચુક સાથ લઇ જજો. 

પેક્ડ ફૂડ (Packed food)

બહાર નીકળો ત્યારે પોતાની સાથે Packed food લેવાનું ના ભૂલશો. તમને બધી જગ્યાએ સારું ખાવનું મળશે તે જરૂરી નથી. આવામાં સાથે ખાવાનું લીધુ હોય તો તકલીફ ઓછી પડે છે.

સ્માર્ટ વૉચ (Smart watch)

પ્રવાસમાં તમને સ્થળ કે વાતાવરણને લીધે કોઈ તકકલીફ ના પડે તે માટે પોતાની સાથે સ્માર્ટ વૉચ જરૂર રાખો. આ વૉચ તમને અંતર, સ્થાન અને વાતાવરણના એલર્ટ આપી શકે છે. જો તમે ક્યાંય ટ્રેકિંગ માટે જવાના હોવ તો તો આને લઈ જવાનું ભૂલતાં જ નહીં. આ તમારા માટે બહુ કામની વસ્તુ છે.

ગ્લૂકોઝ અને પાણી

પોતાની સાથે પાણીની બોટલ અને ગ્લૂકોઝ લઇ જવાનું ના ભૂલશો. પાણીની બોટલ સાથે હોવાથી શરીરમાં પાણીની કમી નહીં થાય અને જો તબિયત બગડે કે કંઇ ખાવા ના મળે તો ગ્લૂકોઝ ડ્રિંક તમને એનર્જી આપશે.

વ્હીલવાળા બેગપૅક

વ્હીલવાળા બેગપૅકની ખાસિયત એ છે કે તેને જરૂર પડ ખભે ઉંચકી શકાય છે. જો તમે એડવેન્ચર ટ્રિપ પર જતાં હોવ તો આને ખાસ સાથે લઇ જાઓ.

પ્રવાસમાં હેલ્થ કિટ (Health Kit in Travel)

ઘણીવાર પ્રવાસમાં ખાણીપીણી કે વાતાવરણ બદલાવાના કારણે તબિયત બગડી જતી હોય છે. તેથી હંમેશા પોતાની સાથે હેલ્થ કિટ અવશ્ય રાખો. આમાં તમે દરેક સામાન્ય બીમારીની દવા રાખી શકો છો.

પેપર વર્ક

સામાન પેક કરતી વખતે ખાસ ચકાસી લો કે ટિકિટ, પાસપોર્ટ, આઈડેન્ટિટી કાર્ડ જેવી અગત્યની વસ્તુઓ યાદ કરીને બેગમાં મુકી દો. આ ડોક્યુમેન્ટને સામાનની સાથે રાખવાને બદલે અલગ બેગમાં મુકો જેથી જરૂર પડે શોધવા ના બેસવું પડે.

વૉટરપ્રૂફ બૅગ (Waterproof bag)

પ્રવાસ માટે વૉટરપ્રૂફ ટ્રાવેલિંગ બૅગ ખરીદવી જોઈએ. આનાથી સીઝન ગમે તે હોય તમારો સામાન સેફ રહેશે. બૅગનું મટિરિયલ ભલે જાડું હોય પણ બૅગ તો લાઈટવેટ જ હોવી જોઈએ. જેથી એને કેરી કરવામાં તકલીફ ના પડે.

Tags :