અંબાણીથી ટાટા સુધીના 5 મોટા દિગ્ગજો રહે છે કરોડોના આવા મકાનમાં
મુંબઈ, 23 માર્ચ 2019, શનિવાર
નાના ભાઈ અનિલ અંબાણીનું 450 કરોડનું કરજ ચુકવનાર ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નામની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. મુકેશ અંબાણીના આ પગલાંથી બંને ભાઈઓના સંબંધ સુધરવાની સંભાવના વધી છે. જો કે મુકેશ અંબાણી માટે 450 કરોડનું દેવું ચુકવવું કોઈ મુશ્કેલ કામ નથી. તેમની રોયલ લાઈફ સ્ટાઈલ જોયા બાદ આ વાત સ્પષ્ટ થઈ જાય છે. મુકેશ અંબાણી 12 હજાર કરોડની કીમતના 27 માળના મકાન અંટીલિયામાં રહે છે. ફોર્બ્સ અનુસાર આ ઘરની કીમત 12 હજાર કરોડ છે. આ વાત તો થઈ મુકેશ અંબાણીની હવે જાણો મુકેશ અંબાણી જેવા અન્ય કયા કયા દિગ્ગજ કરોડોના મકાનમાં વસે છે.
અનિલ અંબાણી
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના ઘરની કીમત 5 કરોડ રૂપિયા છે. આ બિલ્ડિંગ 66 મીટર ઊંચી છે. અનિલ અંબાણી મુંબઈના પાલી હિલ વિસ્તારમાં રહે છે.
રતન ટાટા
પ્રખ્યાત ઉદ્યોગપતિની યાદીમાં રતન ટાટાનું નામ પણ આવે છે. રતન ટાટાનો બંગલો મુંબઈના કોલાબામાં આવેલો છે. ત્રણ માળના આ ઘરનું નામ પૈલેટિયલ હાઉસ છે. 15000 વર્ગ ફુટ ક્ષેત્રમાં ફેલાયેલા આ ઘરની કીમત 125થી 150 કરોડ છે.
ગૌતમ સિંઘાનિયા
રેમંડ ગૃપના માલિક ગૌતમ સિંઘાનિયા માલાબાર હિલ્સમાં 36 માળના જેકે હાઉસમાં રહે છે. આ બિલ્ડીંગમાં સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા, મ્યૂઝિયમ અને હેલિપૈડ જેવી સુવિધાઓ છે. આ ઘરની કીમત 7100 કરોડ રૂપિયા છે.
વિજય માલ્યા
બેંગલુરુમાં બનેલો વિજય માલ્યાનો બંગલો 35 માળનો છે. આ અપાર્ટમેન્ટની કીમત 130 કરોડ છે. વિજય માલ્યાએ આ ઘર તેના પૈતૃક ઘરને તોડી અને તૈયાર કર્યું છે.
નવીન જિંદલ હાઉસ
નવીન જિંદલનું આલીશાન ઘર દિલ્હીના લુટિયન જોનમાં છે. આ ઘરની કીમત 125થી 150 કરોડ રૂપિયા છે. ત્રણ માળનું આ મકાન 15,000 વર્ગ ફૂટમાં બનેલું છે.
શશિ રૂઈયા
એસ્સાર ગૃપના ચેરમેન શશિ રુઈયાનું ઘર દિલ્હીના તીસ જનવરી માર્ગ પર બનેલું છે. આ મેંશન 2.24 એકર જમીન પર ફેલાયેલું છે. આ મેંશનની કીમત 120 કરોડ રૂપિયા છે.