ચોમાસામાં ઘરમાં રાખેલા છોડ માટે અપનાવો આ 5 ટિપ્સ, નહીંતર ફંગલ ઈન્ફેક્શનનો ખતરો
Monsoon Gardening Tips: વરસાદની ઋતુ છોડ માટે ખૂબ જ સારી હોય છે. આ ઋતુમાં છોડ લીલાછમ હોય છે અને ઝડપથી વધે છે. પરંતુ આ સમયમાં છોડની સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વધુ પડતા ભેજ અને છોડ સતત ભીના રહેવાથી તેના મૂળ સડવા લાગે છે અને પાંદડા પર ફંગલ ઈન્ફેક્શન પણ દેખાવા લાગે છે. જોકે તમે કેટલીક સરળ ટિપ્સ અનુસરીને છોડની યોગ્ય કાળજી લઈ શકો છો.
છોડને ફૂગથી કેવી રીતે બચાવવા?
વરસાદની ઋતુમાં વધુ પડતા પાણીને કારણે, પાંદડા પર ફંગલ ઈન્ફેક્શન દેખાવા લાગે છે, જેના કારણે છોડ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે છોડ પર લીમડાનું તેલ છાંટી શકો છો. આનાથી ફંગલ ઈન્ફેક્શન ફેલાતું નથી. લીમડાનું તેલ છોડના પાંદડા પર કુદરતી ફૂગનાશક તરીકે કામ કરે છે અને પાંદડાને ફંગલ ઈન્ફેક્શનથી બચાવે છે.
પાણી આપવામાં કાળજી રાખો
વરસાદની ઋતુમાં કૂંડામાં પાણી ભરી રાખવું હાનિકારક બની શકે છે. પાણી કૂંડામાં ભરેલું રહેવાથી મૂળ સડી શકે છે. આવી સ્થિતિમાં, કૂંડામાંથી વધારાનું પાણી કાઢી નાખો, જેથી છોડ સારો રહે. તમે કૂંડામાં છિદ્રો પણ બનાવી શકો છો. આનાથી કૂંડામાં પાણી ભરાઈ રહેતું અટકશે.
આ પણ વાંચો: ચોમાસામાં જોજો ગ્લો ગાયબ ન થઈ જાય, ચહેરા પર 6 વસ્તુઓ લગાવીને સ્કિનની કરો દેખભાળ
વધુ પડતું ખાતર પણ નુકસાનકારક
વરસાદની ઋતુમાં, લોકો છોડમાં વધુ ખાતર નાખે છે. જે ખરેખર છોડને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ ઋતુ દરમિયાન મર્યાદિત માત્રામાં ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
છોડની સંભાળ રાખો
દર બે-ત્રણ દિવસે છોડના પાંદડા તપાસો. જો કોઈ પાંદડા પર ફંગલ ઈન્ફેક્શન દેખાય, તો તેને તાત્કાલિક અલગ કરો. તેમજ જયારે પણ તડકો દેખાય છે ત્યારે અમુક સમય છોડને તડકામાં રાખો જેથી વધારાનો ભેજ સુકાઈ જાય.