ચોમાસામાં જોજો ગ્લો ગાયબ ન થઈ જાય, ચહેરા પર 6 વસ્તુઓ લગાવીને સ્કિનની કરો દેખભાળ
Monsoon Skin Care: વરસાદની ઋતુ ગરમીથી રાહત આપે છે, તો બીજી તરફ તે આપણી ત્વચા માટે અનેક પડકારો પણ લાવે છે. આ ઋતુમાં ભેજ વધે છે, જેના કારણે ત્વચા ચીકણી, બેજાન અને ખીલ જેવી સમસ્યાઓનો ભોગ બની શકે છે. તેથી, આ સમય દરમિયાન તમારી ત્વચા સંભાળ રાખવામાં માટે આ રૂટીન અપનાવો જેથી ચોમાસામાં પણ તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહે.
જેલ-બેઝ્ડ ક્લીંઝર
ચોમાસામાં પરસેવો અને ભેજ ત્વચાને ચીકણી બનાવે છે. આવી સ્થિતિમાં, ફેસવોશને સમજી વિચારીને પસંદ કરો. જેલ-આધારિત ક્લીંઝર ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને સ્કીન પર ઓઈલનું સંતુલન જાળવી રાખે છે.
આલ્કોહોલ-મુક્ત ટોનર
વરસાદની ઋતુમાં ધૂળ અને ગંદકી ત્વચાના ઓપન પોર્સમાં ઝડપથી પ્રવેશ કરે છે. આલ્કોહોલ-મુક્ત ટોનર ત્વચાને ડ્રાય કર્યા વગર જ તેને ટાઈટ બનાવે છે અને તેને ફ્રેશ રાખે છે. આ માટે હર્બલ ટોનર અથવા ગુલાબજળ ઉત્તમ વિકલ્પો છે.
લાઈટ મોઇશ્ચરાઇઝર
બહાર ભેજવાળું વાતાવરણ હોય તો પણ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવી જરૂરી છે. આ માટે હેવી ક્રીમ ટાળો અને લાઈટ, વોટર બેઝ્ડ મોઇશ્ચરાઇઝર પસંદ કરો. આ તમારી ત્વચાને સોફ્ટ રાખશે.
સનસ્ક્રીન
ભલે આકાશ વાદળછાયું હોય, સૂર્યના હાનિકારક યુવી કિરણો તમારા સુધી પહોંચી શકે છે. તેથી, તમારી ત્વચા સંભાળમાં ઓછામાં ઓછા SPF 30વાળું સનસ્ક્રીન શામેલ કરવાનું ભૂલશો નહીં. જેલ-આધારિત અથવા મેટ ફિનિશ સનસ્ક્રીન આ ઋતુ માટે બેસ્ટ છે કારણ કે તે ત્વચાને ચીકણી બનાવતું નથી.
આ પણ વાંચો: ચોમાસામાં અથાણાંને ફૂગથી બચાવવા અજમાવો સરળ ઉપાયો, સ્વાદ બગડશે નહીં
નેચરલ ફેસ માસ્ક
અઠવાડિયામાં એકવાર, ચણાનો લોટ, હળદર અને દહીંથી બનેલો ફેસ પેક લગાવો. તે ત્વચાને ડિટોક્સિફાઇ કરે છે, ટેન દૂર કરે છે અને કુદરતી ચમક લાવે છે.
મેકઅપ ન લગાવો
ચોમાસા દરમિયાન મેકઅપ લગાવવાનું ટાળો અને જો ક્યારેય ફરજીયાત મેકપ કરવાનું આવે તો વોટરપ્રૂફ મેકઅપ જ લગાવો.