દાઢી રાખતા યુવાનો ચેતી જાય, દાઢીના કારણે થઈ શકે છે ગંભીર બીમારી
અમદાવાદ, 17 એપ્રિલ 2019, બુધવાર
આજકાલ યુવતીઓની સાથે યુવકો પણ ફેશનપ્રિય થઈ ગયા છે. યુવકો પણ અલગ અલગ રીતે ફેશન સાથે તાલ મીલાવી આગળ આવી રહ્યા છે. તેમાં આજકાલ સૌથી વધારે ક્રેઝ જોવા મળે છે દાઢી રાખવાનો. યુવકો વાળ વધારે છે અને સાથે જ દાઢી-મૂછ રાખવા લાગ્યા છે. પરંતુ આ ફેશન પુરુષો માટે જોખમ બની શકે છે.
એક રીસર્ચ અનુસાર પુરુષોની દાઢીમાં કુતરાની રુંવાટીમાં હોય છે તેના કરતા પણ વધારે ખતરનાક તેમજ ઘાતક બેક્ટેરિયા જોવા મળે છે. આ બેક્ટેરિયા માણસને ગંભીર રીતે બીમાર કરી શકે છે. આ રીસર્ચમાં એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે શું માણસોમાં કુતરામાં હોય છે તેવા રોગ થવાની શક્યતા છે ? આ રીસર્ચમાં એમઆરઆઈ સ્કૈનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ રીસર્ચમાં 18 એવા પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેને દાઢી હોય. જ્યારે તેની સાથે 30 કૂતરાના વાળનો પણ નમૂનો લેવામાં આવ્યો. આ તપાસમાં જાણવા મળ્યું કે પુરુષોની દાઢીમાં જે રોગાણુ હોય છે તે કુતરાની રુંવાટીમાં હોય છે તેના કરતાં પણ વધારે ઘાતક હોય છે. આ રીસર્ચમાં 18થી 76 વર્ષની વયના પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.