લગ્ન સિઝનમાં અપનાવો Mouni Royની સ્ટાઈલ
ટીવી જગતમાં ધમાલ મચાવ્યાં પછી હવે બોલિવુડમાં પોતાનું નસીબ અજમાવી રહેલી મૌની રોયના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મૌની માત્ર વેસ્ટર્ન વેરમાં જ નહીં પણ ટ્રેડિશનલ વેરમાં પણ સુંદર લાગતી હોય છે.
જો તમે તમે કોઈના લગ્ન પ્રસંગે ટ્રેડિશનલ લુક લેવા માગતા હોય તો તમે મૌની પાસેથી ટિપ્સ લઈ શીખો છો. ઉનાળામાં વાઈબ્રન્ટ કલર બહુ સારા લાગે છે. નિયોન ગ્રીન કલરના આ અનારકલી સુટમાં વાઈટ કલરનું થ્રેડ વર્ક કર્યુ છે. તમે કોઈના પ્રસંગે આ ડ્રેસ પહેરી શકો છો.
જો તમારી ફ્રેન્ડના લગ્નમાં જવાનું હોય કે અણવર બનવાનું હોય તો તમારું સુંદર દેખાવું બહુ જરૂરી છે. આવામાં તમે બ્લેક કલરના ફ્લોરલ ચણિયાચોળી ટ્રાય કરી શકો છો. તમે વિશ્વાસ રાખો કે આ પહેરીને તમે મહેમાનોના કેન્દ્રસ્થાને બની રહેશો.
એ જમાનો ગયો જ્યારે લોકો પ્લેન અને સિમ્પલ સાડીઓ પહેરતા હતા. અત્યારસુધી સાડી સાથે એક્સ્પીરીમેન્ટનો ટ્રેન્ડ છે. આવામાં તમે ફંક્શનમાં રેડ અને પિંક કલરની લેંઘા સાડી ટ્રાય કરી શકો છો. આની સાથે તમે ખાસ પ્રકારનો બેલ્ટ પણ ટ્રાય કરી શકો છો.
જો તમે પોતે જ દુલ્હન બનવાના હોવ અને હજી પોતાનો બ્રાઈડલ ડ્રેસ સિલેક્ટ ના કર્યો હોય તો આ દુલ્હન લુકથી આઈડિયા લઇ શકો છો. બ્લડ રેડ કલરની ચણિયાચોળીમાં ગોલ્ડન વર્ક, નેટવાળો ફૂલ સ્લીવ બ્લાઉઝ, મેચિંગ દુપટ્ટો અને જ્વેલરી...મૌનીનો આ લુક તમારી પર પણ સારો લાગશે.