Get The App

6 કામ, જે બોરિંગ લગ્નજીવનમાં લાવશે રોમાન્સ

Updated: Dec 22nd, 2018

GS TEAM

Google News
Google News

જીવનમાં પ્રેમ અને રોમાન્સ ભોજન જેટલો જ જરૂરી છે. લગ્નના થોડાં વર્ષો પછી કપલને એવું લાગે છે કે તેમનું લગ્ન જીવન બોરિંગ થઇ ગયું છે. જો આવું તમને પણ લાગતુ હોય તો તમારે આ 6 વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નાની નાની વાતો જીવનમાં સુખ-દુખ બંને લાગી શકે છે.

6 કામ, જે બોરિંગ લગ્નજીવનમાં લાવશે રોમાન્સ 1 - image

તમને એવું લાગે કે તમારા પાર્ટનર પાસે વાત કરવાનો સમય નથી તો પણ એમના ટચમાં રહેવા વાતચીત કરતાં રહો. લાંબી વાત કરવાનું મન થાય પણ તક ના મળતી હોય તો ચાન્સ મળે ત્યારે નાની વાતો કરો પણ વાતચીત કરતાં રહો. આમ કરવાથી બંનેની આત્મીયતા ટકેલી રહેશે.

સાથી સાથે ડ્રાઈવ પર જવાનો વિચાર જ કેટલો રોમેન્ટિક હોય છે. તેથી ક્યારેક એણની સાથે લોંગ ડ્રાઈવ પર જાઓ, મૂવી જાઓ કે ક્યાંક ફરો. પ્રયત્ન કરો કે સવારની અને સાંજની વૉક સાથે થાય. આમ કરવાથી બંનેને ફ્રેશ ફીલ થશે અને સંબંધ પણ મજબૂત બનશે.

પ્રેમ તાજગીસભર રાખવા  I Love You બોલવામાં જરાય સંકોચ કે કંજૂસાઈ ના કરશો. જ્યારે ચાન્સ મળે સાથીને I Love You કહી જ દો. આનાથી અંતરંગ સંબંધો મજબુત બનશે.

બરાબર છે કે જીવનમાં ગંભીર થવું જરૂરી છે પણકાયમ ગંભીર રહેવાની જરૂર નથી. નહીં તો લોકો તમારાથી કંટાળી જશે. તેથી ક્યારેક મજાક-મસ્તી કરો અને દુલખોલીને હસો. આનાથી જીવનમાં આંનદ ચાલ્યા કરશે. 

જીવનસાથી હગ કરવાનું કે જાદૂની જપ્પી આપવાનું ના ભૂલો. તમે હગ કરો ત્યારે સંબંધમાં હુંફ આવી જાય છે. પ્રેમની અભિવ્યક્તિથી પ્રેમમાં વધારો થાય છે. ક્યારેક સાથીની પસંદને પોતાની પસંદ બનાવવાથી પણ ખુશીઓ વધે છે. એની સાથે જમો અને એની પસંદનું જમશો તો સોનામા સુગંધ ભળશે.

Tags :