યુવતીઓને આકર્ષે છે આ રંગ, ડેટ પર જાઓ તો પહેરો આવા ટીશર્ટ
મુંબઈ, 1 એપ્રિલ 2019, સોમવાર
ફેશન એ માત્ર યુવતીઓ પુરતી મર્યાદિત નથી. યુવકો માટે પણ ફેશન સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે. યુવકો પણ દરેક જગ્યાએ પોતાને હેન્ડસમ દેખાડવા માટે પ્રયત્ન કરે છે. તો ચાલો આજે જણાવીએ કે યુવકોની કઈ પસંદ કે સ્ટાઈલ યુવતીઓને સૌથી વધારે આકર્ષે છે.
ફેશનમાં થતા ફેરફાર સાથે રંગોનું મહત્વ પણ વધી રહ્યું છે. આજકાલ તો વિચિત્ર દેખાતા કલરના કપડા યુવકો શોખથી પહેરે છે. પરંતુ શું તમે જાણો છો કે યુવતીઓને આવા ચિત્ર વિચિત્ર નહીં પરંતુ લાલ રંગના કપડા સૌથી વધારે આકર્ષે છે? જી હાં એક સર્વે અનુસાર મહિલાઓને લાલ રંગ સૌથી વધારે આકર્ષે છે. લાલ રંગના કપડા પહેરતા પુરુષોને સારા સ્ટેટસના માનવામાં આવે છે. આ રંગના કપડા પહેરતા પુરુષો પ્રત્યે મહિલાઓ ઝડપથી આકર્ષાય છે.
લાલ રંગના કપડા પહેરતાં પુરુષો આકર્ષક, પાવરફૂલ અને સેક્સુઅલી સ્ટ્રોગ હોય છે તેવું મહિલાઓ માને છે. લાલ રંગના કપડા મહિલાઓના મનમાં અલગ જ છાપ બનાવે છે. જો તમારે કોઈ યુવતી સાથે ડેટ પર જવું હોય તો તે સમયે લાલ રંગની ટીશર્ટ કે શર્ટ પહેરી જવું. તેનાથી તમારી વાત પહેલી મુલાકાતમાં જ બની જશે.