દેશના આ 4 શહેરમાં ફરવા જવાનો બનાવો પ્લાન, ઓછા બજેટમાં ફરવાની મજા થઈ જશે બમણી
Updated: Aug 25th, 2023
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 25 ઓગસ્ટ 2023 શુક્રવાર
ઘણા લોકોને ઘરમાં રહી-રહીને કંટાળો આવવા લાગે છે દરમિયાન રીફ્રેશ થવા માટે ફરવા જવા તો માંગે છે, પરંતુ ઘણી વખત બજેટના કારણે ફરવા જઈ શકાતુ નથી પરંતુ શું તમે એવા સ્થળો વિશે જાણો છો જ્યાં તમે તમારા લો બજેટમાં ટ્રિપ પ્લાન કરી શકો છો.
કસોલ
જો તમે ઓછા બજેટમાં હિલ સ્ટેશન ફરવા માંગો છો તો તમે કસોલની ટ્રિપ બનાવી શકો છો. હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં હાજર છે. જે ખૂબ ફેમસ હિલ સ્ટેશન છે. પ્રાકૃતિક અને સુંદર માહોલમાં કસોલ ફરવુ તમને ખૂબ પસંદ આવશે અને તમારા પૈસા પણ વધુ ખર્ચ થશે નહીં.
હમ્પી
તમે જો ઐતિહાસિક સ્થળને એક્સપ્લોર કરવા માંગો છો તો તમે આ માટે કર્ણાટકમાં બેંગલુરુ નજીક હમ્પીની ટ્રિપ પ્લાન કરી શકો છો. હમ્પીનું નામ દક્ષિણ ભારતના મુખ્ય ધાર્મિક સ્થળોમાં ગણવામાં આવે છે. હમ્પી તુંગભદ્રા નદીના કિનારે વસેલુ છે, જે એક સમયે વિજયનગરનું કેપિટલ હતુ. હમ્પીમાં ઘણી સુંદર ઐતિહાસિક ઈમારતો આવેલી છે.
વારાણસી
ધાર્મિક સ્થળ પર ફરવા માટે તમે ઉત્તર પ્રદેશના વારાણસી એટલે કે બનારસમાં ફરવા જઈ શકો છો. વારાણસીને વિશ્વનું સૌથી પ્રાચીન શહેર માનવામાં આવે છે.
આ શહેર ગંગા નદીના કિનારે વસેલુ છે અને હિંદુ તેમજ બૌદ્ધ ધાર્મિક સ્થળો માટે પ્રસિદ્ધ છે. વારાણસીમાં તમે ગંગાના સુંદર ઘાટોનું મનોરમ દ્રશ્ય જોઈ શકો છો. આ સાથે જ કાશી વિશ્વનાથ મંદિર અને સારનાથના બૌદ્ધ સ્થળોના દર્શન કરવા પણ જઈ શકો છો.
બિનસર
ઉત્તરાખંડના બિનસરને પણ તમે ઓછા બજેટમાં એક્સપ્લોર કરી શકો છો. બિનસર અલ્મોડાથી માત્ર 24 કિલોમીટરના અંતરે સ્થિત છે. આને ઉત્તરાખંડની સુંદર પહાડીઓ પર સ્થિત એક ફેમસ હિલ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. બિનસરમાં તમે મહાદેવ મંદિરના દર્શન કરીને અને રાષ્ટ્રીય ઉદ્યાન ફરવા પણ જઈ શકો છો.